જીએનએ અમદાવાદ:
સમુદ્રના પાણીમાં દરિયાઈ સીમામાં અનૈતિક પ્રવૃત્તિને ડામવા ભારતીય તટ રક્ષક દળનું અડીખમ ઉભું રહેતું જહાજ *સજગ* જે આકાશ અને જળમાર્ગ પર બાજ નજર રાખી અવનવા ઓપરેશનને અંજામ આપી સુરક્ષા પ્રદાન કરે છે આવો જોઈએ સજાગ અને અડીખમ રહેતા જહાજ સજગનું કેવું હોય છે દિલધડક ઓપરેશન..
દેશના લાંબા કિલોમીટરમાં પથરાયેલ દરિયાના પાણીમાં દેશ માટે કરવામાં આવતી અનૈતિક પ્રવૃત્તિને ડામવા મધ દરિયામાં ઉછળતા સમુદ્રના મોજામાં ભારતીય તટ રક્ષક દળનું વજ્ર ગણાતું જહાજ એટલે કે સજગ. આશરે 150 ક્રુ ના સભ્યો અને અધિકારીઓ સાથે દરિયામાં આકાશ અને દરિયાઈ માર્ગ પર પોતાની બાજ નજર રાખતું હોય છે. દૂર દૂર સુધી ફેલાયેલ અંધારામાં શંકાસ્પદ હિલચાલ કે ઘૂસણખોરી કરતી દુશ્મન દેશની બોટને કે રસ્તો ભટકી ગયેલ માછીમારોને બચાવવા દિલધડક ઓપરેશન દ્વારા તેઓ કાર્યને અંજામ આપે છે. સટીક નજર, વિશેષ દુરસંચાર સાથે અત્યાધુનિક ટેકનોલોજીનો સંગમ, ફાયર સૂટ, લાઈફ જેકેટસ, મીની બોટ, અત્યાધુનિક ઝડપી ગતિએ માર કરતી મશીનગન જેવા ભારે હથિયારો સાથે દરિયાનો રાજા ગણાતું સજગ જહાજ આશરે 27 નોટીકલ માઇલની ગતિ સાથે દરિયાઈ સીમાની સુરક્ષા કરવાનું કાર્ય સચેત રહી નિભાવે છે. સજગ અને સાર્થક જેવા વિશાળ અડીખમ જહાજો મધ દરિયામાં માં ભારતીની રક્ષા કાજે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તૈનાત જોવા મળે છે.
મધ રાત્રે મધ દરિયામાં જ્યાં દૂર દૂર સુધી અંધકાર જોવા મળે છે અને કોઈ શંકાસ્પદ બોટના ઘૂસવાના મેસેજ મળે છે ત્યારે સજગ જહાજ પર ભારતીય તટ રક્ષક દળના ચુસ્ત તાલીમ પામેલા જાંબાઝ કમાન્ડો અને અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવી જાય છે અને ઓપરેશનને એકસહ અંજામ આપવામાં આવે છે.
તટ રક્ષકના ઉચ્ચ અધિકારી દ્વારા સૂચના અને આદેશ અપાય છે અને કમાન્ડો દ્વારા રોકેટ લૉન્ચરમાંથી એક કાન ફાડી નાખે તેવા અવાજ સાથે ફાયર કરવામાં આવે છે જે આકાશમાં એક છત્રીરૂપે ખુલી 3 લાખ જેટલી મીણબત્તીનો પ્રકાશ આપતો ભારે ઉજાસ દરિયાઈ પાણી પર ફેલાવે છે જેના આધારે અને પ્રકાશ દ્વારા શંકાસ્પદ બોટ કે દુશ્મનને ઓળખી પકડી પાડવામાં આવે છે. તો બીજી તરફ જહાજના ઉપરના મુખ્ય ભાગ પર લાગેલ એમએમજી મશીનગન જે એક સાથે 30 થી 50 રાઉન્ડ ગોળીઓનો મારો ચલાવી દુશ્મનને પરાસ્ત કરવા અને તેમના હાજા ગગડાવવા માટે સજ્જ જોવા મળતી હોય છે. જ્યારે બીજી તરફ સેવાકીય કાર્ય જેવા કે મધ દરિયામાં બોટમાં ફસાયેલ માછીમારો માટે જહાજ પર રહેલ સામગ્રીને તાત્કાલિક હેલિકોપટર દ્વારા તેમના સુધી મોકલવામાં પણ સજગ મહત્વનો ભાગ ભજવે છે. સજગ જહાજની અને તેના પર ડ્રિલ રૂપે યોજાયેલ ઓપરેશનની તમામ સચોટ માહિતી અને માર્ગદર્શન ડીઆઈજી અનિકેત સાહેબ, કોસ્ટ ગાર્ડ દિલ્હી દ્વારા આપવામાં આવ્યું હતું.
પોતાના સ્વજનોથી મહિનાઓ સુધી દૂર મધ દરિયામાં સતત પાણીમાં રહેતા ભારત દેશના જાંબાઝ તટ રક્ષક દળના જવાનો જેઓ વહેલી સવારે સ્ફૂર્તિ અને ફિટ રહેવા સજગ જહાજ પર દોરડા ખેંચ જેવી રમત રમી પોતાને હળવા મુડમાં લાવી અને ફરી સજ્જ બની સુરક્ષા કરવા માટે તૈયાર હોવાનું મનોબળ કેળવતા હોય છે. તેમના આ અગમ્ય સાહસ, બાજનજર ધરાવતી ચપળતા, દેશ પ્રત્યે સુરક્ષાની જવાબદારી, ના કારણે આજે ભારતના દરેક નાગરિકની છાતી ગદગદ ગર્વથી ફૂલે છે જે શાનની વાત કહી શકાય જેમના લીધે મારી દરિયાઈ સીમા સુરક્ષિત છે.. સલામ છે ભારતની દરિયાઈ સીમાનું રક્ષણ કરતા જહાજ સજગ અને તેના જાંબાઝ તટ રક્ષક દળના જવાનોને..
Ad….