અગાઉની સરકારમાં જેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો તેમની પાસેથી તમામ નાણાં વસૂલવામાં આવશે અને તે પૈસાને જનતા માટે ખર્ચવામાં આવશે : અરવિંદ કેજરીવાલ

0
271

’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપીગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ થશે અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત ઘણાં બધાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

બીજા દિવસે 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલજી એ ઓટો રિક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને ખાતરી આપી હતી કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ બાદ અરવિંદ કેજરીવાલજી વેપારીઓ સાથે જાહેર સંવાદ કરવા પહોંચ્યા. અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ સાથે વાતચીત કરી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું. આ પછી અરવિંદ કેજરીવાલજી અમદાવાદમાં વકીલો સાથેના સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી એક ઓટો ડ્રાઈવરના ઘરે રાત્રી ભોજન માટે ગયા હતા. ત્યારપછી બીજા દિવસે અરવિંદ કેજરીવાલજીએ મીડિયાની સામે બીજી એક મહત્વની ગેરંટી જાહેર કરી.

*ગુજરાતમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે જેની કોઈ સીમા નથી: અરવિંદ કેજરીવાલ*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ મહત્વની ગેરંટીની જાહેર કરતા જણાવ્યું કહ્યું કે, હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરું છું, લોકોને મળું છું, મેં ઘણા ટાઉન હોલ પ્રોગ્રામ કર્યા છે, વકીલોને મળ્યો, વેપારીઓને મળ્યો, ઉદ્યોગપતિઓને મળ્યો, ખેડૂતોને મળ્યો, રીક્ષા ચાલકોને મળ્યો, આ બધાએ એવું જ કહ્યું કે ગુજરાતમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે જેની કોઈ સીમા નથી. કોઈપણ કામ કરવું હોય તો સરકારી કચેરીઓમાં પૈસા આપવા પડે છે. નીચલા સ્તરે પણ ભ્રષ્ટાચાર છે અને ઉચ્ચ સ્તરે પણ મોટા કૌભાંડો થાય છે. જો કોઈ તેમની વિરુદ્ધ બોલે છે તો આ લોકો તેમને ડરાવવા પહોંચી જાય છે. જો કોઈ વેપારી અવાજ ઉઠાવે તો દરોડા પાડી તેનો ધંધો બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી છે. ચારેબાજુ આ લોકોએ લોકોને એટલી હદે ડરાવી દીધા છે કે તેની કોઈ સીમા નથી.

તેથી આજે અમે ગેરંટી આપીએ છીએ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ગુજરાતમાં ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું. હું આમાં પાંચ મુદ્દાનો ઉલ્લેખ કરવા માંગુ છું.

*ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

1. અમારા મુખ્યમંત્રી, મંત્રી, કોઈપણ પક્ષના ધારાસભ્ય, કોઈપણ પક્ષના સાંસદ કે અન્ય કોઈ અધિકારીને અમે કોઈ ભ્રષ્ટાચાર થવા દઈશું નહીં. જો કોઈ ભ્રષ્ટાચાર કરશે તો તેને છોડવામાં આવશે નહીં અને તેને સીધો જેલમાં મોકલવામાં આવશે. ભલે તે અમારા પક્ષના હોય કે અન્ય કોઈ પક્ષના, અમે સમયસર પગલાં લઈશું. અમે આ કામ પંજાબમાં કરીને બતાવ્યું છે, જ્યાં અમારા એક મંત્રીએ ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કર્યો, તેથી અમે તેને જેલમાં મોકલી દીધો. ભારતના 75 વર્ષના ઈતિહાસમાં આપણે સાંભળ્યું નથી કે કોઈ પાર્ટીએ પોતાના મંત્રીને જેલમાં મોકલ્યા હોય. જનતાના ટેક્સનો એક-એક પૈસો જનતા પર ખર્ચાશે, ચોરી અટકશે. આ બીજા પક્ષના લોકો બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે, તેના અબજોપતિ મિત્રોમાં વહેંચે છે, આ બધું બંધ થઈ જશે. હવેથી ગુજરાતમાંથી એક પણ રૂપિયો સ્વિસ બેંકમાં જશે નહીં કે કોઈ અબજોપતિને વહેંચવામાં આવશે નહીં. ગુજરાતનો એક-એક પૈસો લોકોના વિકાસ માટે ખર્ચવામાં આવશે.

*સરકારી કચેરીઓમાં તમામ ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

2. સરકારી કચેરીઓમાં તમામ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે. હું બાંહેધરી આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી તમારું કામ એક પણ પૈસો ચૂકવ્યા વિના થઈ જશે. અમે એવી વ્યવસ્થા બનાવીશું કે કોઈને સરકારી ઓફિસમાં જવાની જરૂર ન પડે. અમે દિલ્હીમાં પણ આવી સિસ્ટમ શરૂ કરી છે. દિલ્હીમાં અમે એક નંબર જાહેર કર્યો છે, જેના પર લોકો ફોન કરીને જે પણ કામ કરવા માંગે છે તે અધિકારીને કહે છે અને તે સરકારી અધિકારી તેમના ઘરે આવીને બધું કામ કરીને જાય છે. આજે પંજાબમાં પણ કોઈને પોતાનું કામ કરાવવા માટે પૈસા આપવા પડતા નથી. ગુજરાતમાં પણ આવી ડોર સ્ટેપ સર્વિસ લાગુ કરવામાં આવશે જેથી તમારું કામ તમારા ઘરે બેસીને થઈ શકે અને ભ્રષ્ટાચાર ન થાય.

*મોટા નેતાઓ દ્વારા જે પણ કાળો કારોબાર ચાલી રહ્યો છે, તે બંધ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ*

3. મોટા નેતાઓ દ્વારા જે પણ કાળો કારોબાર ચાલી રહ્યો છે તે તમામ બંધ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે ઝેરી દારૂ મળી રહ્યો છે, તેમાં ઘણો નશીલા પદાર્થ બહારથી આવે છે અને ગુજરાતમાં વેચાય છે, કોણ વેચે છે. આ બધાના મા બાપ તો આ મોટી પાર્ટીઓમાં જ બેઠા છે. આ તમામ કાળા ધંધાઓ બંધ થશે.

*છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ પેપર લીક થયા છે, અમે આ તમામ કેસ ખોલીશું અને જે પણ આ પેપર લીક પાછળના માસ્ટર માઇન્ડ અને સરકારના લોકો હશે, તે બધાને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

4. ગુજરાતમાં વારંવાર પેપર લીક થાય છે અથવા તે પેપર લીકની પ્રક્રિયા અમે અટકાવીશું. છેલ્લા 10 વર્ષમાં જેટલા પેપર લીક થયા છે તે તમામ કેસ આ સરકારે બંધ કરી દીધા છે, પરંતુ અમારી સરકાર આવતા જ અમે આ તમામ કેસ ખોલીશું અને આ પેપર લીક પાછળ જે પણ માસ્ટરમાઈન્ડ અને સરકારના લોકો છે તે બધાને પકડી પકડીને જેલમાં ધકેલીશું, કોઈને પણ છોડવામાં આવશે નહીં.

*કાર્યકાળ દરમિયાન થયેલા તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે, ગુનેગારોને જેલમાં મોકલવામાં આવશે અને તેમની પાસેથી તમામ નાણાં વસૂલવામાં આવશે: અરવિંદ કેજરીવાલ*

5. જ્યારે પણ હું ગુજરાતમાં આવું છું ત્યારે મને કોઈ કહે કે સાહેબ આ કૌભાંડ થયું, તે કૌભાંડ થયું, ગઈકાલે પણ મેં સાંભળ્યું કે ‘સૌની યોજના’ કરીને કૌભાંડ થયું છે. હું ખાતરી આપું છું કે તેમના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે, દોષિતોને જેલમાં મોકલવામાં આવશે અને તેમની પાસેથી તમામ નાણાં વસૂલવામાં આવશે. આ પૈસા ગુજરાતની જનતાના હતા તો આ બધા પૈસા વસૂલ કરીને તે જ પૈસાથી ગુજરાતની જનતા માટે સારી શાળાઓ, સારી હોસ્પિટલો બનાવવામાં આવશે, તમને વીજળી-પાણી મફત આપવામાં આવશે અને સારા રસ્તાઓ બનાવવામાં આવશે.

*બીજેપી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છેઃ અરવિંદ કેજરીવાલ*

હું ગુજરાતની જનતાને વચન આપું છું કે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત રાજ્ય બનાવવામાં આવશે. હવે કોઈએ ડરવાની જરૂર નથી. એમ પણ હવે 2 મહિના બાકી છે. બીજેપી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે.

*ગઈકાલે પોલીસ મને સુરક્ષા આપવા માટે નહીં પરંતુ મને કેદ કરવા માટે રોકી રહી હતી: અરવિંદ કેજરીવાલ*

ગઈકાલે રાત્રે અરવિંદ કેજરીવાલજી એક રીક્ષા ચાલકના ઘરે જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા, આ બાબતે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, ગઈકાલે પોલીસ મને સુરક્ષા આપવા માટે નહીં પરંતુ મને કેદ કરવા માટે રોકી રહી હતી. શું કોઈ પોલીસ કહી શકે કે જો કોઈ મુખ્યમંત્રી રીક્ષામાં જાય તો સુરક્ષા નહીં આપીએ? હું દિલ્હી અને પંજાબમાં રીક્ષામાં જાઉં છું પણ ત્યાં તો મને કોઈએ કહ્યું નથી કે જો તમે રીક્ષામાં જશો તો તમને સુરક્ષા આપવામાં આવશે નહીં. તેમનો હેતુ મને સુરક્ષા આપવાનો કે ન આપવાનો હતો ન હતો, તેમનો હેતુ મને જનતા વચ્ચે જતા રોકવાનો હતો. કેજરીવાલ જનતાનો માણસ છે તો કેજરીવાલ લોકોની વચ્ચે જશે. આ દુનિયામાં કોઈની હિંમત નથી જે કેજરીવાલને જનતાથી દૂર રાખી શકે.

*કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે : અરવિંદ કેજરીવાલ*

કોંગ્રેસ પાર્ટીના એક નિવદેન પર અરવિંદ કેજરીવાલજીએ ખાસ કરીને મીડિયાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે તો તમે લોકો કોંગ્રેસ પાર્ટીના સવાલો લેવાનું બંધ કરી દો. લોકોના મનમાં અમારા માટે કોઈ પ્રશ્ન નથી કારણ કે જનતા અમારી સાથે છે અને જનતા અમારાથી ખુશ છે.

*અન્ય પાર્ટીવાળાઓને હું રિક્ષાવાળાના ઘરે જઈને જમુ છું એ વાતથી આટલી તકલીફ પડતી હોય તો હું તેમને કહેવા માંગુ છું કે તમે લોકો પણ જનતાના ઘરે જઈને ભોજન કરો તો કદાચ તમને પણ ખબર પડશે કે લોકોની શું સમસ્યા છે : અરવિંદ કેજરીવાલ*

ગઈકાલે અરવિંદ કેજરીવાલજી ભાજપનો ગઢ કહેવાતા ઘાટલોડિયા વિસ્તારમાં ગયા હતા. આ મુદ્દે તેમણે વધુ એક વાત કરતા કહ્યું કે, ભાજપના નેતાઓએ પણ તેમના વિસ્તારમાં જવું જોઈએ. ગઈકાલે હું ત્યાંથી ભોજન લઈને હોટેલમાં ગયો ત્યારે રાત્રે મેં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો જોયા જેમાં હું જોઈ રહ્યો હતો કે ત્યાંના લોકો ખૂબ જ ખુશ છે અને જ્યારે મીડિયાના લોકોએ તેમને પૂછ્યું કે તમે આટલા ખુશ કેમ છો તો તેઓએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર કોઈ નેતા અમારી બસ્તીમાં આવ્યા છે. તો પત્રકારે પૂછ્યું કે, ચૂંટણીમાં મત માંગવા માટે તો નેતાઓ આવ્યા જ હશે ને? તો જનતાએ જણાવ્યું કે આ અન્ય પક્ષના લોકો ચૂંટણીમાં મત માંગવા પણ આવતા નથી. આ સરકાર એટલી અહંકારી બની ગઈ છે કે તેમને લાગે છે કે મત માંગવાની પણ કોઈ જરૂર નથી. આ લોકો મત માંગવા પણ નથી જતા તો જનતા માટે શું કામ કરશે? અમે જનતાના લોકો છીએ અને જનતાની વચ્ચે રહીએ છીએ. આ અન્ય પાર્ટીવાળાઓને હું રિક્ષાવાળાના ઘરે જઈને જમુ છું એ વાતથી આટલી તકલીફ પડતી હોય તો હું તેમને કહેવા માંગુ છું કે તમે લોકો પણ જનતાના ઘરે જઈને ભોજન કરો તો કદાચ તમને પણ ખબર પડશે કે લોકોની શું સમસ્યા છે.

*મેં સાંભળ્યું છે કે મોદીજી પછી ભાજપે સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે નક્કી કરી રાખ્યા છે. : અરવિંદ કેજરીવાલ*

મીડિયા તરફથી એક એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, ‘ભાજપ કહે છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સીએમ ઉમેદવારનો ચહેરા તરીકે ગુજરાત અને નર્મદા વિરોધી મેધા પાટકરને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે.’ આ વિશે અરવિંદ કેજરીવાલજીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ મેં સાંભળ્યું છે કે મોદીજી પછી ભાજપે સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે નક્કી કરી રાખ્યા છે. તમે તેમને પૂછશો કે આ અંગે તેમનું શું કહેવું છે? તમે આગામી પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે આ પ્રશ્ન પૂછજો અને કહેજો કે કેજરીવાલજીએ તમારા પર આ આરોપ લગાવ્યો છે.’

*ભાજપે છેલ્લા 27 વર્ષમાં કંઈ કર્યું નથી અને આગામી 5 વર્ષ માટે પણ તેમની પાસે કોઈ આયોજન નથીઃ અરવિંદ કેજરીવાલ*

ભાજપ હારી રહી છે એટલે ક્યારેક મેધા પાટકરને લઇ આવશે તો ક્યારેક કંઈક બીજું લઇ આવશે. તમે જાઓ અને તેમને પૂછો કે તેમણે 27 વર્ષમાં શું કર્યું? અને આગામી 5 વર્ષમાં તમે શું કરશો? ભાજપે છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં કંઈ કામ કર્યું નથી અને આગામી 5 વર્ષ માટે પણ તેમની પાસે કોઈ આયોજન નથી. હું ભાજપના લોકોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જો આપણે ગુજરાતની જનતાને મફતમાં વીજળી આપીએ તો તેમને શું તકલીફ છે? તે શા માટે વિરોધ કરી રહ્યા છે? ગુજરાતની જનતાને વીજળી મફત ન મળવી જોઈએ તે માટે સમગ્ર ભાજપ વિરોધ કરી રહ્યું છે. દિલ્હીની જનતાની વીજળી મફત થઇ શકે છે, પંજાબની જનતાની વીજળી મફત થઇ શકે છે, તો પછી આ લોકો ગુજરાતની જનતાની વીજળી મફતમાં મળશે એનો કેમ વિરોધ કરી રહ્યા છે? દિલ્હીની શાળાઓ સારી થઇ શકે છે, પંજાબની શાળાઓ સારી થઇ શકે છે, તો પછી ગુજરાતમાં ભાજપ શા માટે વિરોધ કરી રહ્યું છે કે, ગુજરાતમાં શાળાઓ સારી ન હોવી જોઈએ?

*તેમના ખોટા આદેશોનું પાલન કરવાનું પોલીસકર્મીઓ હવે બંધ કરે, તેમનાથી ડરો નહીં, જનતાને સમર્થન આપો, જનતાની સાથે રહો, અમે તમારી સાથે છીએ: અરવિંદ કેજરીવાલ*

ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતની પોલીસ સાથે અન્યાય થઈ રહ્યો છે. ભાજપ સરકાર ગુજરાત પોલીસને ગ્રેડ પે આપી રહી નથી. તમારા માટે ગ્રેડ પેનો મુદ્દો કોઈએ ઉઠાવ્યો નથી પરંતુ હું તમારી સાથે ઉભો છું. મેં ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવ્યો અને તે પછી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તમારી તરફેણમાં તમારા ભથ્થાંમાં વધારો કરવો પડ્યો હતો, તમારી વાત પૂરી ન સાંભળી. પરંતુ હવે માત્ર 2 મહિના બાકી છે, મેં તમને ગેરંટી આપી છે કે અમારી સરકાર બનશે, અમે તમને ગ્રેડ પે આપીશું, તમારી તમામ માંગણીઓ પૂરી કરવામાં આવશે, અમે તમારી સાથે ઉભા છીએ. જેઓ તમને ખોટું કરવાનાં ઓર્ડર આપે છે, પાપ કરવાનાં ઓર્ડર આપે છે, તમે તેમની વાતો ન સાંભળો. ગઈ કાલે મેં જોયું કે જ્યારે હું રીક્ષામાં બેઠો હતો, તે સમયે એ પોલીસ અધિકારીનો વાંક નહોતો, તે ફોન પર વાત કરી રહ્યાં હતા, તેમને કોઈ નેતાનો ફોન આવી રહ્યો હતો કે કેજરીવાલને જવા ન દો. ગુજરાતની પોલીસને મારી વિનંતી છે કે તમે તેમના ખોટા આદેશોનું પાલન કરવાનું બંધ કરો, તેમનાથી ડરશો નહીં, ખુલીને સામે આવો, જનતાને સમર્થન આપો અને જનતાની તરફેણમાં રહો.

*આમ આદમી પાર્ટીની સરકારમાં ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે કે તેઓ શું ઈચ્છે છેઃ અરવિંદ કેજરીવાલ*

જ્યારે મીડિયામાંથી સવાલ પૂછાયો કે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે? જેના જવાબમાં અરવિંદ કેજરીવાલજી એ કહ્યું કે, ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે કે તેઓ શું ઈચ્છે છે. આજે તેમની સરકાર કેન્દ્રમાંથી એટલે કે દિલ્હીથી ચાલે છે, તેઓ દરરોજ મુખ્યમંત્રી બદલે છે. તેમની પાસે લાયક મુખ્યમંત્રી બનાવવા માટે કોઈ માણસ નથી. અમે આવી રીતે સરકાર નહીં ચલાવીએ, ગુજરાતની જનતા જે કહેશે તે રીતે કામ કરીશું. અમારી સરકારનો કોઈ મંત્રી જનતાની વિરુદ્ધ કામ કરશે નહીં. જનતા મારા પર વિશ્વાસ રાખે છે કે કેજરીવાલ બોલી રહ્યો છે તો થશે. તેથી અમે જે ગેરંટી આપી રહ્યા છીએ તેમાં મારી ગેરંટી છે કે અમે જે વચનો આપ્યા છે તે પૂરાં થશે.

*એ આરોપ લગાવવામાં આવે છે કે કેજરીવાલે મફત વીજળી, મફત શિક્ષણ,મફત રાશન કરી દીધું છે, તો બધા ઘરે બેસી જશે. ઘરે કોઈ બેસતું નથી, દરેક પ્રગતિ ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ*

કેજરીવાલજી દ્વારા બેરોજગારોને રોજગાર ન મળે ત્યાં સુધી 3000 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપવાની આપવામાં આવેલી ગેરંટી પર સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જે લોકો કોઈ કામ કરવા નથી માંગતા તેમને પણ આ રુપિયાનો લાભ મળશે. આના પર અરવિંદ કેજરીવાલજીએ જવાબ આપ્યો હતો કે, જ્યારે પણ આપણે ગરીબો માટે કંઈક કરવા માંગીએ છીએ અથવા ગરીબોને કંઈક આપવા માંગીએ છીએ ત્યારે આ લોકો કહેવા લાગે છે કે ગરીબ લોકો આળસુ થઈ જશે. મારે પૂછવું છે કે તેમના મિત્રોએ અબજો રૂપિયા કમાઇ લીધા છે, શું તેઓ આળસુ નથી? દરેક સામાન્ય માણસ પોતાની પ્રગતિ ઇચ્છે છે, દરેક સામાન્ય માણસ ઈચ્છે છે કે મારી પાસે ઘર હોય, મારી પાસે કાર હોય, એ બાદ તે વિચારે છે કે મારા બાળકોની પ્રગતિ થવી જોઈએ. એ આરોપ લગાવવામાં આવે છે કે કેજરીવાલે મફત વીજળી, મફત શિક્ષણ,મફત રાશન કરી દિધું છે, તો બધા ઘરે બેસી જશે. ઘરે કોઈ બેસતું નથી, દરેકને પ્રગતિ ઇચ્છે છે.

*કોઈ પણ આવીને કહે કે, બેંક ખાતામાં 15,00,000 રૂપિયા આપીશું, એમના પર વિશ્વાસ ન કરો. જે કહે છે કે તેણે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત કરી દિધી છે, એટલે ગુજરાતમાં પણ કરશે, તેના પર વિશ્વાસ કરો તે માણસ સાચો છે. : અરવિંદ કેજરીવાલ*

ભાજપ તરફથી એક નિવેદન આવ્યું છે કે ગુજરાતની જનતા સપના બતાવનાર પર વિશ્વાસ નથી કરતી, જેના પર અરવિંદ કેજરીવાલજીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે પણ એ જ કહી રહ્યા છીએ, જેઓ સપના બતાવે છે તેમના પર વિશ્વાસ ન કરો. ભાજપના લોકો બિલકુલ સાચા છે, મને આશ્ચર્ય થાય છે કે તેઓ તેમની પાર્ટીની વિરુદ્ધ બોલી રહ્યા છે, સપના જોનારા પર વિશ્વાસ ન કરો. હું એ પણ કહું છું કે જે કોઈ પણ આવીને કહે કે, બેંક ખાતામાં 15,00,000 રૂપિયા આપીશું, એમના પર વિશ્વાસ ન કરો. જે કહે છે કે તેણે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત કરી દિધી છે, એટલે ગુજરાતમાં પણ કરશે, તેના પર વિશ્વાસ કરો તે માણસ સાચો છે.

*કોઈ પણ પોલીસકર્મીએ નિરાશ ન થવું જોઈએ, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી તમને પૂરો ગ્રેડ પે આપવામાં આવશેઃ ઈસુદાન ગઢવી*

પોલીસ કર્મચારી કુલદીપસિંહ યાદવની આત્મહત્યાની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, જ્યારે પોલીસ ડ્રગ્સ પકડે છે ત્યારે ભાજપના લોકો કહે છે કે અમે પકડ્યું છે અને જ્યારે પગાર વધારવાની વાત આવે છે, પોલીસનાં ગ્રેડ પે ચૂકવવાની વાત આવે છે અને જો કોઈ અવાજ ઉઠાવે છે, તો તેઓને તેને સસ્પેન્ડ કરી દે છે. કુલદીપસિંહ નામના એક પોલીસ કર્મચારીએ તેની પત્ની અને બાળક સાથે આત્મહત્યા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર પગાર વધારવાની વિરુદ્ધ છે, તેથી તેણે આત્મહત્યા કરી. અમે બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે, કોઈ પોલીસકર્મીએ નિરાશ ન થવું જોઈએ. તેમની પાસે માત્ર દોઢ મહિનાનો સમય છે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ તમને સંપૂર્ણ ગ્રેડ પે આપવામાં આવશે. તમને કોઈ તકલીફ નહિ પડે, તમારી મુસીબતો હવે અમારી મુસીબતો છે. હું તમામ પોલીસકર્મીઓને વિનંતી કરું છું કે તેમના મનમાં નિરાશાવાદી વિચારો બિલકુલ ન આવે. આ સિવાય હું ભાજપ સરકારને વિનંતી કરું છું કે આત્મહત્યા કરનારા પરિવારના બાકીના સભ્યોને વળતર આપવામાં આવે.

આ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે ‘આપ’ના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, ‘આપ’ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત હતા.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here