કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

0
233

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ માંગણીઓ સાથે કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત સરકાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે અન્યથા લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને ૨૧૦૦૦/- તથા
હેલ્પર બેન ને ૧૫૦૦૦/- આપવામાં આવે.કાર્યકર તેમજ હેલ્પર બેન ને બઢતીથી પ્રમોશન આપવામાં આવે તથા ઉંમરનો
બાધ દૂર કરી સીધું પ્રમોશન આપવામાં આવે તથા સીધી ભરતી માં ગ્રેજ્યુએશન થયેલી બહેનોને સીધુ પ્રમોશન ગણી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવામાં આવે.મોબાઇલ કે રજીસ્ટર માંથી કોઈપણ એક વાપરવામાં આવે તથા રજીસ્ટર અને સ્ટેશનરી ખર્ચ સરકાર દ્વારા ચુક્વવામાં આવે તથા મોબાઈલ સાથેની કામગીરીમાં નેટવર્ક પ્રોબ્લેમ થતા હોય સારી ક્વોલિટીના ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે તથા દર મહિને રિચાર્જના નાણા સીધા જમા કરવામાં આવે અન્યથા બિલ્ડીંગ બીલીંગ દાખલ કરી ડાયરેકટ બિલ સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે. આંગણવાડી હાલ માનદવેતન હોય તો માનવતના ચાર કલાકથી વધુ કામ ન લેતા સમયમાં ફેરફાર કરી ૧૦.૦૦ થી ૨.૦૦ કલાક કરવામાં આવે.બાળકોને નાસ્તો આપવા માટે તથા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ દ્વારા
પોષણ આપવા માટે ફૂટબીલ નો તમામ ખર્ચ હાલ વર્કરના ફરજમાં જતો હોય જે તાત્કાલિક દૂર કરી સરકાર દ્વારા જે તે વિગતનું બિલ એડવાન્સ ચૂકવવામાં ગેસ રીફીલ, દરામણ, ફ્રૂટ બિલ વિગેરે આવે જેવા કે ગરમ નાસ્તાનુ,
આપવામાં આવે. મીની આંગણવાડી ને રેગ્યુલર તરીકે સમાવવામાં આવે જેથી ફરજ નિભાવવામાં સરળતા પડે આંગણવાડી તથા તેડાગર બહેનને સ્થાનિક વિસ્તારમાં ફેર બદલીનો લાભ આપવામાં આવે.
બહેનોને પોતાના સ્થાનિક ધોરણે પડતી તકલીફો સાંભળવા માટે અગાઉ મુજબ ગ્રિવીગ્સ કમિટીની રચના કરવામાં આવે જેથી જિલ્લા સ્તરે નિવારણ લાવી
શકાય તથા રાજ્ય લેવલે અમોને દર ત્રણ મહિને સાંભળવામાં આવે.સરકાર પાસે શક્ય હોય એટલા જલ્દી માંગ પુરી પાડવામાં માટે વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here