માત્ર સપના દેખાડવા વાળા લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે અને દેશના સપના સાકાર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ કર્યું છે: મનોજ સોરઠીયા

0
246

મનોજ સોરઠીયા

  • ગુજરાતની જનતાને વર્ષોથી સપનાઓ દેખાડવાનું, લોલીપોપ આપવાનું ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે .
  • દેશના સપના સાકાર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ કર્યું છે. ગુજરાતના લોકો આ વાત જાણે છે,
  • ગુજરાતની જનતા જાણે છે કે સપનાનું વેપાર કોણ કરી રહ્યું છે. એક તરફ ગુજરાતની અંદર 27 વર્ષથી ભાજપનું શાસન છે,

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે વીડિયોના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહજી સુરતમાં છે. ગઈકાલે એમને મીડિયાને સંબોધિત કરતા એવું નિવેદન આપ્યું કે ગુજરાતના લોકો સપનાનું વેપાર કરવાવાળા ઉપર વિશ્વાસ નથી કરતા, ગુજરાતના લોકો સપના દેખાડવા વાળા લોકો પર વિશ્વાસ નથી કરતા. આવી રીતે એમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી પર આક્ષેપો કર્યા છે.

ગુજરાતની જનતા જાણે છે કે સપનાનું વેપાર કોણ કરી રહ્યું છે. એક તરફ ગુજરાતની અંદર 27 વર્ષથી ભાજપનું શાસન છે, દેશની અંદર છેલ્લા આઠ વર્ષથી ભાજપનું શાસન છે અને બીજી તરફ દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલજીના ટૂંકા સમયમાં કરેલા કામો છે. એક તરફ ગુજરાતની જનતાને વર્ષોથી સપનાઓ દેખાડવાનું, લોલીપોપ આપવાનું ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે એ પણ આપણી સામે છે. કલ્પસર યોજના હોય, અમદાવાદ મેટ્રો હોય, સુરતને સિંગાપુર બનાવવાનું વચન હોય, કે પછી રો રો ફેરી હોય, સી પ્લેન હોય, નર્મદાનો કમાન્ડ એરીયા કવર કરવાની વાત હોય, ધોલેરા સાર હોય, ધોલેરા એરપોર્ટ હોય, આવા તમામ સપનાઓ ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીએ દેખાડ્યા છે અને સામે આજે એના ઉપર શૂન્ય જેટલું કામ થયું છે.

એક તરફ આ તમામ રો રો ફેરી બંધ છે, સી પ્લેન માત્ર ચૂંટણી પૂરતું રહ્યું, કલ્પસર યોજનાના અનેક વખત શિલાન્યાસ કર્યા પરંતુ ક્યારેય પણ એ કલ્પસર યોજના ઉપર કામ કરવામાં આવ્યું નથી. સુરતની અંદર સુરતને સિંગાપર બનાવવાની વાત હતી અને આજે પણ સ્માર્ટ સીટી બનાવવાના જેટલા પણ વાયદાઓ હતા તેમાંથી કોઈ વાયદાઓ પુરા નથી થયા. રો રો ફેરી બંધ છે’ સી પ્લેન બંધ છે, કલ્પસર યોજના સાકાર નથી કરી કરી અને જે જગ્યાએ સ્પેશિયલ ઇકોનોમિક્સ ના નામે ધોલેરાની અંદર લોકોનું કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરાયું તેના કરોડો રૂપિયા જે છે તે ભાજપના નેતાઓએ પોતાના ઘર ભેગા કર્યા એ જગ્યા ઉપર આજે એક પણ ઈટ નથી મુકાઈ, કોઈ ડેવલપમેન્ટ નથી થયું.

બીજી તરફ અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરે છે. તેમણે દિલ્હીની અંદર દિલ્હીની જનતાને વીજળી મફત આપી, એમણે બસ સુવિધા ફ્રી કરી, દિલ્હીના લોકોને મોંઘવારીમાં રાહત મળે તે માટે અને સાથે જ બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવા માટે મફત અને શાનદાર શાળા બનાવવાનું કામ કર્યું. માત્ર સપના દેખાડવા વાળા લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે અને દેશના સપના સાકાર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ કર્યું છે. ગુજરાતના લોકો આ વાત જાણે છે, ગુજરાતના લોકો ભાજપના નેતાઓના જુઠ્ઠાણાં અને વાયદાઓ જાણે છે. અમને પૂરો ભરોસો છે કે ગુજરાતની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીના આ તમામ જુઠ્ઠાણાંઓ અને આમ આદમી પાર્ટી પરના જે આક્ષેપો છે તેનો જવાબ આપશે અને આવનારી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને વિજય બનાવી ગુજરાતની અંદર ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here