ઓલ ઈન્ડિયા નેશનલ સ્ટુડન્ટ ઓફ ઇન્ડિયા (એન એસ યુ આઈ ) એ કોંગ્રેસને એક વિદ્યાર્થી પાંખ છે જેના દ્વારા ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી કે દશરથ કડું ની તાજેતરમાં વરણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 2017ની ચૂંટણી પ્રક્રિયામાં દશરથ કડુ કપરાડા એન એસ યુ આઈ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીના નિકાકરણની પ્રાથમિક ફરજ સમજી અનેક વિદ્યાર્થીઓના અવાજ બની તેમના પ્રશ્નને વાચા આપી જેની નોંધ પ્રદેશ એન એસ યુ આઈ દ્વારા લેવાતા 2019 માં વલસાડ જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. જેના દ્વારા ગત તારીખ 14 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી દ્વારા એન એસ યુ આઈ ના પ્રદેશ મંત્રી દશરથ કડુની નિમણૂકરામાં આવી છે. ગુજરાતના એન એસ યુ આઈ નું સંગઠન વધુ મજબૂત કરવા બાબતે તમામ શહેરો અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ તેમજ યુવાઓ કોંગ્રેસની વિચાર ધારાઓ સાથે જોડાય તે બાબતે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે દશરથ કડુ ની ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મંત્રી તરીકે નિમણૂક થતાં જ યુવાઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે હવે વલસાડ જિલ્લાના એન એસ યુ આઈ ના પ્રમુખ પદ ખાલી પડ્યું છે જેમાં ત્રણ નામો ચર્ચામાં ખૂબ જ ચાલી રહ્યા છે જેમાં દિવ્યેશ શિંગાડે અબ્દુલ્લા ખાન દિનેશ નિબારા ની નામોની ચર્ચા ચાલી રહી છે ત્રણમાંથી એક ને વલસાડ જિલ્લા ની એનએસયુઆઈ ની જવાબદારી સોંપવામાં આવી શકે છે..