નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ લોકોને શાંતિની અપીલ કરી અને કહ્યું કે આ ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) કરશે.
શનિવારે નાગાલેન્ડના (Nagaland) મોન (Mon) જિલ્લામાં કથિત રીતે સુરક્ષા દળો દ્વારા ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા, જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ (Oting) ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટનામાં માર્યા ગયેલા ગ્રામજનો સમયસર ઘરે ન પહોંચી શક્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.લોકોના મૃતદેહ જોઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ લોકોને શાંતિની અપીલ કરી અને કહ્યું કે આ ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) કરશે.
આ ઘટનાની નિંદા કરતા મુખ્યમંત્રીએ આજે સવારે ટ્વીટ કર્યું, “મોન કે ઓટિંગમાં નાગરિકોની હત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઉચ્ચ સ્તરીય SIT મામલાની તપાસ કરશે અને કાયદા મુજબ ન્યાય કરવામાં આવશે. હું તમામ વર્ગોને શાંતિની અપીલ કરું છું.’
રાજ્યના IPS અધિકારી રુપિન શર્માએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું કે ઓટિંગ ગામમાં ઘણા નાગરિકોના મોતના અહેવાલ છે. જેમાં સુરક્ષા દળોનો પણ સમાવેશ થાય છે. જોકે, બાદમાં તેણે વીડિયો ડિલીટ કરી દીધો હતો. તેણે વાહનોમાં લાગેલી આગની તસવીરો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે ઘટના બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા દળોના કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી.