વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા ખાતે કપરાડા ઘટક -૨ આંગણવાડી બહેનો દ્વારા કુપોષિત બાળકો નો મેડિકલ ચેકપ અને અદિવાસી પરંપરાગત અને ટી.એચ.આર. વાનગી નું નિદર્શન કાર્યક્રમ કપરાડા ઘટક -૨ આઇ. સી.ડી.એસ અધિકારી વિનિતાબેન ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
પ્રાપ્ય વિગત મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકો તંદુરસ્ત બને અને કુપોષણનું પ્રમાણ નહીંવત થાય તે હેતુ થી ૧ સપ્ટેબર થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહ ની ઉજવણી માં કુપોષિત બાળકો ની મેડિકલ તાપસ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર પરથી મળતો પોષણ યુક્ત ટી.એચ.આર માંથી વિવિધ પ્રકારની આદિવાસી પરંપરાગત વાનગીઓ બાળકો ને બનાવી બાળકો ને ખવડાવવા માં આવે જેથી બાળકો તંદુરસ્ત રહે તેવી વિસ્તૃત માહિતી કુપોષિત બાળકો ના માતાઓ ને જાણકારી અપાઈ. હતી. આ ઉપરાંત મોટાપોઢા પી.એચ.સી ના ડૉ. જીનીતાબેન દ્વારા બાળકો ની યોગ્ય તાપસ કરી બાળકો ના વાલીઓ ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં બાળકો ને ફ્રુટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મોટાપોઢા સેજો માં સમાવિષ્ટ આંગણવાડી વર્કરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.