ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છુંઃ મનીષ સિસોદિયા

0
267

  • મનીષ સિસોદિયાજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી.
  • સાબરમતી આશ્રમમાં સ્થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી મનીષ સિસોદિયાજીએ બાપુના આશીર્વાદ લીધા
  • મનીષ સિસોદિયાજી ગાંધી આશ્રમથી ‘બસ હવે પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરશે.
  • મનીષ સિસોદિયાજીએ આશ્રમમાં બાપુનો ચરખો ચલાવ્યો.
  • ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છું.
  • મારા માટે સૌભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.છે.
  • બાપુના બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિશ્વના નંબર વન રાષ્ટ્ર બનશે.
  • મારા માટે સૌભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.

દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તેમના કાર્યક્રમ અનુસાર અમદાવાદ સ્થિત બાપુના સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં આશ્રમના લોકોએ મનીષ સિસોદિયાજીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું અને સાબરમતી આશ્રમ દર્શન માટે પ્રયાણ કર્યું. આશ્રમના તમામ રૂમ, ગેસ્ટ રૂમ, રસોડું, વરંડા, દરેક રૂમને લગતી તમામ વાર્તાઓ, મનીષ સિસોદિયાજીને આશ્રમની સંભાળ રાખનારા લોકો દ્વારા આશ્રમના દર્શન કરાવે છે. મનીષ સિસોદિયાજીએ પણ આશ્રમમાં બાપુનું ચરખું ફેરવ્યું હતું. મનીષ સિસોદિયાજીએ કહ્યું કે આવો ચરખો મારા ઘરે પણ હતો અને આજે મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.

બાપુના બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિશ્વના નંબર વન રાષ્ટ્ર બનશે.

મનીષ સિસોદિયાજીએ તેમનો અનુભવ વર્ણવતા આશ્રમની ડાયરીમાં લખ્યું કે, જ્યારે પણ હું સાબરમતી આશ્રમમાં આવું છું ત્યારે અહીં પૂજ્ય બાપુની હાજરીનો અનુભવ, પ્રેરણા અને ઉર્જાનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. પરંતુ અહીં આવીને હંમેશા સમાજનું શિક્ષણ, આરોગ્ય, રોજગારીની દિશામાં આગળ વધવાની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. બાપુએ બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિશ્વનું નંબર વન રાષ્ટ્ર બનશે.

સાબરમતી આશ્રમમાં સ્થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી મનીષ સિસોદિયાજીએ બાપુના આશીર્વાદ લીધા

ચરખા ચલાવ્યા બાદ, આશ્રમના લોકોએ મનીષ સિસોદિયાજીને સાબરમતી આશ્રમમાં આવીને કેવો અનુભવ થયો એનાં વિશે આશ્રમની ડાયરીમાં તેમને લખાવ્યું. ત્યાર બાદ બાપુ જે ઓરડામાં ધ્યાન કરતા હતા ત્યાં જઈને મનીષ સિસોદિયાજીએ પણ થોડો સમય મૌન પાળીને ધ્યાન કર્યું હતું. મનીષ સિસોદિયાજીએ સાબરમતી આશ્રમમાં સ્થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી બાપુના આશીર્વાદ લીધા હતા. મનીષ સિસોદિયાજીએ સમગ્ર સાબરમતી આશ્રમનું ભ્રમણ કર્યું. મનીષ સિસોદિયાજીને જોઈને ગાંધી આશ્રમમાં આવેલા અન્ય લોકોની ઘણી ભીડ એકઠી થઈ ગઈ. ભીડમાં આવેલા લોકોએ મનીષ સિસોદિયાજીને ઘણા બધા ફૂલોના ગુલદસ્તા ભેટમાં આપ્યા. ગાંધી આશ્રમ ખાતે ભેગી થયેલી ભીડ અને લોકોનો ઉત્સાહ બતાવે છે કે ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ કેટલું વધી ગયું છે.મને લાગે છે કે દરેક વ્યક્તિએ ગાંધી આશ્રમમાં આવવું જોઈએ, વારંવાર આવવું જોઈએ અને અહીંથી પ્રેરણા લેવી જોઈએ: મનીષ સિસોદિયાગાંધી આશ્રમમાં મનીષ સિસોદિયાજીએ કહ્યું, મને ગાંધી આશ્રમ આવવાની તક મળી છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે હું ભાગ્યશાળી અનુભવું છું. અહીં આવીને આપણને સમાજ માટે ઈમાનદારીથી કંઈક કરવાની, મહેનત કરવાની પ્રેરણા મળે છે અને સમજાય છે કે જો કોઈ બદલાવ લાવવો હોય તો તેના માટે ત્યાગ અને બલિદાન ખૂબ જરૂરી છે. આજે હું અહીં ફરી રહ્યો હતો, ગાંધીજીનારૂમમાં ગયો, રસોડામાં ગયો, મ્યુઝિયમમાં ગયો જ્યાં સમગ્ર જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ત્યાં જઈને લાગ્યું કે ગાંધીજી હાજર છે, ગાંધીજી પ્રેરણા આપે છે કે, આજે પણ દેશમાં અસ્પૃશ્યતા માટે ઘણું બધું કરવાનું બાકી છે. આજે પણ દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યુવાનોના રોજગાર માટે ઘણું કરવાનું બાકી છે. મને લાગે છે કે દરેક વ્યક્તિએ અહીં આવવું જોઈએ, વારંવાર આવવું જોઈએ અને અહીંથી પ્રેરણા લેવી જોઈએ અને ખાસ કરીને એવા લોકો કે જેઓ રાજકારણમાં છે, સરકારમાં વિવિધ હોદ્દા પર બેઠા છે, જેમણે નિર્ણયો લેવાના છે, તેઓએ અહીં ખૂબ આવવું જોઈએ. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો તમે અડધા કલાક માટે અહીં આવો છો, તો તમને અંદરથી પ્રેરણા મળશે કે આ બધા મુદ્દાઓ પર હજુ ઘણું કરવાનું બાકી છે.ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છું.હું 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યો છું અને 6 દિવસમાં અલગ અલગ જગ્યાએ જઈશ. ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છું અને બાપુના આશીર્વાદ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here