એસીબીનું સફળ ઓપરેશન :વિશાલ રાજકુમાર પુરવઠા અધિકારી નવસારી રંગે હાથ પકડી લેવામાં આવ્યો

0
329

નવસારી જિલ્લામાં વિશાલ રાજકુમાર યાદવ, પુરવઠા અધિકારી, નવસારી, વર્ગ-૧ ફરજ બજાવતા હતા. ચૂંટણી પહેલા બદલી થવાની નિશ્ચિત હોવાનું જાણવા મળે છે. એવા સમયે જે કઈ મળે એની હાથ ફેરવી લેવાની તરકીબ આખરે ભારે પડી.ટ્રેપીંગમાં એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, તાપી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત દ્વારા લાંચની માંગણીની રકમ રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/- નવસારી ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગ ફરીયાદી એલ.ડી.ઓ. (લાઇટ ડિઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. તા.૦૮.૦૯.૨૦૨૨ના રોજ આરોપીએ ફરીયાદીની ટાટા આઇસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતુ, તે ગાડી રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કરેલ. જે કાગળો ચેક કર્યા બાદ આરોપીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધેલ. ત્યારબાદ આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા ૧,૦૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે.આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, તાપી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ સુપર વિઝન અધિકારી : શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત વધુ આગળ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here