24 મી સપ્ટેમ્બર 2022 ના રોજ મહા સંમેલન
જાગો અર્ધ લશ્કર ના પરિવાર ના સદસ્યો જાગો. સરહદ ની દિવસ રાત સુરક્ષા અર્ધ લશ્કર કરે , સૌથી પહેલી દુશ્મન ની બંધુક , બમ્બ્બારી , એટેક નો સામનો અર્ધ લશ્કર કરે ઘાયલ અને શહીદ સૌથી વધારે અર્ધ લશ્કર ના જવાનો થાય , ત્રાસવાદી આતંકવાદ નક્સલવાદ માઓવાદી નો સામનો અર્ધ લશ્કર કરે , ચુંટણી , આંદોલન શાંત કરવા , મંત્રી ની સુરક્ષા એરપોર્ટ ,મેટ્રો સ્ટેશન , કુદરતી સંકટ , ભૂકંપ પુર અતિવૃષ્ટિ મા અર્ધ લશ્કર ટૂંક મા દેશ ની શાંતિ સલામતી માટે ખૂબ સેવા લેવા છતાં અર્ધ લશ્કર ને CL – 15 દિવસ અને EL -60 દિવસ , canteen ની અંદર જે સમાન હોય તેમાં GST માફી નથી , શહીદ ભલે થાય પણ શહીદી નો દરજ્જો નહિ , એક્ષમેન નો દરજ્જો નહિ આર્મી , લશ્કર ,સેના જે શાંતિ ના સમય માં અમદાવાદ , વડોદરા , જામનગર , ભુજ એમ દેશ ના સારા શહેરો મા તમામ સુવિધા સાથે રહે છે અને માન સન્માન સુવિધા મળે છે તો દેશ ના સરહદ ના જવાનો સાથે જે અન્યાય થઈ રહેલ છે તેમાં સુધારો ના થવો જોવે ચોક્કસ થવો જોવે અને સાથીઓ અર્ધ લશ્કર ના જવાનો કોઈ પણ રીતે આર્મી કરતા નિમ્નકક્ષા ના નથી ટ્રેનિંગ ની રીતે પણ જોઈ લો અર્ધ લશ્કર ના કમાન્ડો NSG SPG ma તેમની સેવા ખુબ જ સારી રીતે નિભાવી દેશ ના લોકો શાંતિ થી જીવે તે માટે ખડે પેજ પોતાનું યોગદાન બલિદાન ત્યાગ આપતા હોય છે અને શહીદ પણ થતાં હોય છે તો ગુજરાત ના દરેક નાગરિક આપના અર્ધ લશ્કર ના જવાનો ની આ માન સન્માન સુવિધા અને હક માટે ના અન્યાય સામે ના અભિયાન મા સહકાર આપવા સાથ આપવા હું એક દેશ ના સાચા દેશ ભક્ત ની રીતે અને રાષટ્ર હિત ના કાર્યમાં જોડાવવા હું નમ્ર વિનંતિ કરું છું
હવે અર્ધ લશ્કર ના પરિવાર ના તમામ સદસ્યો આપણા માન સન્માન માટે કોઈ પણ જાત ની આળશ રાખ્યા વગર જેમ દેશ ની સુરક્ષા મા દિવસ રાત જેવી રીતે આપે જંગલ મા , રણ વિસ્તાર માં , પહાડ મા ,બર્ફીલી રાત મા જે સેવા આપી છે તેમાંથી માત્ર જો ૧૦% તમારું યોગદાન આપશો તો દેશ નહિ વિશ્વ પણ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની તાકાત એકતા શક્તિ થી વાકેફ થશે અને બંધારણ મા સુધારા થઈ એક ઐતિહાસિક જીત મા ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના દરેક જવાન નું નામ સુવર્ણ અક્ષર મા અંકિત થશે તો. આવો સાથીઓ રાજ્ય દેશ અને વિશ્વ ની અર્ધ લશ્કર ના જવાનો શું છે અને ખાસ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના સિંહો ની શું કિંમત છે જો એમના હક શાંતિ થી નહિ મળે તો કોઈ પણ રીતે સંઘર્ષ કરી હક કેવી રીતે લેવા તે ખૂબ સારી રીતે જાણે છે અને તે જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી ગુજરાત નો અર્ધ લશ્કર પરિવાર જંપી ને બેસી નહિ રહે .
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન