વલસાડની બ્રેનડેડ ધરમપુરની મોર્ડન સરકારી સ્કુલમાં પ્રવાસી શિક્ષિકાનાં અંગોનું દાન, 5ને નવું જીવન

0
261

10 દિવસ સુધી સારવાર મેળવી આખરે બ્રેન ડેડ જાહેર કરાયા હતા
કિડની સુરતનાં 2 યુવકને મળી, લિવર વડોદરાના વૃદ્ધને અપાયું
બ્રેઈન હેમરેજ બાદ બ્રેનડેડ થયેલી વલસાડની યુવા શિક્ષિકાના અંગોનું પરિવારે દાન કરી 5ને નવું જીવન આપ્યું છે. શિક્ષિકાની બન્ને કિડનીનું સુરતના બે યુવકોમાં અને લિવરનું વડોદરાના વૃદ્ધમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. બન્ને ચક્ષુઓનું દાન પણ કિરણ હોસ્પિટલે સ્વિકાર્યું છે. વલસાડ-નાનકાવાડા નંદનવન પાર્કની સામે રહેતા પલક તેજસભાઈ ચાંપાનેરી (27) ધરમપુરની મોર્ડન સરકારી સ્કુલમાં પ્રવાસી શિક્ષિકા હતા. 11મીએ રાત્રે તેમને માથામાં દુઃખાવો અને ઉલટીઓ થતાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં બ્રેઈન હેમરેજ નિદાન થયું હતું. જેથી 12મીએ તેમને સુરત કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં નાના મગજની નસ ફાટી જતાં લોહીનો ગઠ્ઠો હોવાનું નિદાન થયું હતું. બાદમાં 20મીએ બ્રેનડેડ જાહેર કરાયા હતા. ડોનેટલાઈફની ટીમે પરિવારની સંમતિ બાદ સોટોનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન ઉપલબ્ધ કરાવ્યું હતું.

વડોદરાના વૃદ્ધનું કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું સુરતના 43 વર્ષીય વ્યક્તિમાં બીજી કિડનીનું સુરતના 35 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું વડોદરાના 65 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં તબીબો દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમજ દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરીયાતમંદ દર્દીઓમાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here