વલસાડ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા પ્રતિક ધરણા યોજવામાં આવ્યો

0
277

  • ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ રાજયભરના કર્મચારીઓ ગાંધીનગર તરફ કૂચ કરી મોટુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
  • સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને અનેકવાર કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન થતા આશ્રમશાળા કર્મીઓ રાજયભરના તમામ જિલ્લાઓમાં પ્રતિક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

આશ્રમશાળા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વલસાડ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા ગુજરાત રાજય આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રમુખ યોગેશ પટેલના વડપણ હેઠળ વલસાડ સી.બી હાઇસ્કુલના મેદાન ખાતે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા જેમા મોટી સંખ્યામાં શિક્ષકો ના બિન શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આશ્રમશાળાના કર્મચારીઓ મહત્તમ અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળાઓમા પોતાના પરિવાર થી વચિત રહિ ર૪ કલાક ફરજ બજાવતા હોવા છતાં તેઓના વર્ષો થી પડતર પ્રશ્નોની રજુઆત સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને અનેકવાર કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન થતા આશ્રમશાળા કર્મીઓ રાજયભરના તમામ જિલ્લાઓમાં પ્રતિક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણમા ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબત 2 )આશ્રમશાળામાં ગુહપતિ ગૃહમાતાની જોગવાઇ કરવા બાબત 3) સાતમા પગારના લાભો 4 વિધાસહાયકોની સળંગ નોકરી 5)અવસાન પામનાર કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય 6)બદલીનો લાભ આપવા જેવી ૧૮ જેટલી માંગોને લઇ આશ્રમશાળા કર્મીઓ પ્રતિક ધરણા કરી રહ્યા છે.જો સરકાર પડતર પ્રશ્નોનું નિરાકરણ ના કરે ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ રાજયભરના કર્મચારીઓ ગાંધીનગર તરફ કૂચ કરી મોટુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here