અમદાવાદ/બોટાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ શહેરથી આમ આદમી પાર્ટીની ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ની શરૂઆત કરી, સ્થાનિક વિસ્તારોમાં જઇને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે જઈને આ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ કેમ્પેનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ કેમ્પેઈન દ્વારા સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મજબૂત થઈ રહી છે. સમગ્ર ગુજરાતના લોકોએ પણ આ કેમ્પેન ને ખૂબ જ સારું સમર્થન આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની રહેશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે બોટાદના નિલમ ડાયમંડ માર્કેટ ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરીને બોટાદના લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની માહિતી આપી. ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક લોકો વચ્ચે જઈને લોકો સાથે ચર્ચા કરી અને આમ આદમી પાર્ટીની મહત્વતા અને આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કરેલા કામો વિશે પણ માહિતી આપી. લોકો દ્વારા ગોપાલ ઇટાલિયાને ખુબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો અને લોકો ગોપાલ ઇટાલિયાને મળીને એ બાબતે રાહત મેળવી કે, “ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓના હાથમાં ગુજરાત સુરક્ષિત રહેશે અને દિવસે ને દિવસે પ્રગતિ કરશે.”
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ડોર ટુ ડોર કેમ્પેનમાં ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને જે ગેરંટીઓની ભેટ આપી છે તેના વિશે લોકોના ઘરે ઘરે જઈને માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપીશું. 10,00,000 નવી સરકારી નોકરીઓનું સર્જન કરીશું. જેમ દિલ્હીમાં વીજળી મફત મળે છે અને પંજાબમાં વીજળીનું બિલ હવે શૂન્ય છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે.
18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ સારી બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ વ્યવસ્થિત સરકારી શાળાઓ બનાવીશું, જેથી લોકોનો શિક્ષણ પાછળ થતો ખર્ચ સમાપ્ત થશે. ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન મફત થશે, પછી તે કોઈપણ રોગ હોય. જો તમે વ્યવસાયિક રૂપે વેપાર ધંધો કરો છો તો ‘આપ’ની સરકાર બન્યા બાદ વેપારીને સન્માન આપવામાં આવશે. વેપારીઓ માટે લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તા ખોરી બંધ કરીને ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે.
લોકો સાથે વાત કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે લોકો પાસે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરાવ્યા અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.
‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલજી દ્વારા કરેલા કામોની સરાહના પણ કરી રહ્યા છે. ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છે. એટલે ગુજરાતમાં બદલાવ માટે લોકો હવે આમ આદમી પર જ ભરોસો કરી રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર લાવશે.
આમ આદમી પાર્ટી ગુજરાત