- રાજુલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
- રાજુલા તાલુકાના કોમ્પ્યુટર સાહસિકો ઓપરેટર દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર
ગૂજરાત ભરના કોમ્પ્યુટર સાહસિકો છેલા ઘણા સમયથી પોતાની વિવિઘ માંગણીઓ સંદર્ભે ગુજરાત સરકાર સામે હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે તેઓની માંગણીઓ નો સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ આવતો ન હોય જેને અનુસંધાને ગુજરાત ભર નાં કોમ્પ્યુટર સાહસિકો ઓપરેટર દ્વારા અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે જેઓ નાં પગાર કમિશન ઘણા સમય થી મળેલા ન હોય તેમજ કાયમી ધોરણે નોકરી ની માંગણી ને રજૂઆતો કરવા છતાં યોગ્ય અને વ્યાજબી નિરાકરણ ન આવતાં હડતાલ ઉપર હોય અને રાજુલા તાલુકાનાં ખેડૂતો નિ ટેકાના ભાવમાં શીંગ વેચાણ અંગે રજીસ્ટ્રેશન કરવા નો લેખિત હુકમ જીલ્લા વિકાસ અધિકારી અમરેલી દ્વારા આપવામા આવતા તેઓએ આ હુકમ નો સંપૂર્ણ પણે બહિષ્કાર કરતાં આ પોતાની વેદના રજુ કરતાં વેદના પત્ર તાલુકા વિકાસ અધિકારી રાજુલા ને સુપ્રત કરવામાં આવ્યુ આ આવેદન પત્ર આપતા કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર રાજુલા તાલુકાના પ્રમુખ અનિરુદ્ધભાઈ ખુમાણ તેમજ અમરેલી જિલ્લા મીડિયા કનવિનર અશોકભાઈ મકવાણા તેમજ રાજુલા તાલુકા કોમ્પ્યુટર સાહસિકો જોડાયા હતા.