- કપરાડા તાલુકાના ખડકવાળ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પમાં 27 યુનિટ રક્ત એકત્ર કરાયું.
- પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા ખડકવાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ખડકવાળ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ
- રક્તદાન કેમ્પમાં યતીનભાઈ તથા એમની માતા ગજરીબેને એક સાથે રક્તદાન કર્યું હતું. આ સાથે શાળાની શિક્ષિકા પ્રગતિબેન ટંડેલે પણ રક્તદાન કરી અંતરિયાળ વિસ્તારમાં મહિલાઓમાં રક્તદાન અંગે જાગૃતિ આવે એ માટે અનોખી પહેલ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાળ પ્રાથમિક શાળામાં જન જાગૃતિ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી ક્ષેત્રમાં આ બીજો રક્તદાન કેમ્પમાં 27 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
આદિવાસી ક્ષેત્રમાં ઘણા સમયથી જનહીત માટે સેવાભાવી સંસ્થા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા ખડકવાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ખડકવાળ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન પાર્થિવ મહેતા પાર્થ ટ્રેડર્સ વાપીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રેઈન્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ચવરા સરસ્વતીબેન સોમાભાઈનું સન્માન કરવામાં આવ્યું. સરસ્વતી બેને શાળામાં અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી સાથે ઓનલાઇન કોન્ફરન્સમાં ડાયરેક્ટ વાત કરી હતી. આ સિવાય જિલ્લા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં શાળાનું પ્રતિબિંબ કર્યું હતું જિલ્લા કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને શાળાની બાહ્ય પરીક્ષા એનએમએમએસ પરીક્ષામાં 106 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. એવી વિદ્યાર્થીનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડોક્ટર વિરેન્દ્ર ગરાસીયા જયંતીભાઈ પટેલ શીતળછાયડો લાઇબ્રેરી નગરીયા, જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર્સ ધરમપુર , ગામના સરપંચ રાહુલ વાઘમાર્યા એસએમસી અધ્યક્ષ મહેશભાઈ કેસરિયા, અક્ષયભાઈ પાહુ, પ્રિતમભાઈ ખાડમ વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તથા રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.આજના રક્તદાન કેમ્પમાં ગામના યુવાવર્ગે ખૂબ જ ઉત્સાહ દાખવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. ઘણા રક્તદાતાઓ પ્રથમવાર રક્તદાન કરી રહ્યા હતા જે ખૂબ જ આનંદની વાત છે.આજના રક્તદાન કેમ્પમાં યતીનભાઈ તથા એમની માતા ગજરીબેને એક સાથે રક્તદાન કર્યું હતું. આ સાથે શાળાની શિક્ષિકા પ્રગતિબેન ટંડેલે પણ રક્તદાન કરી અંતરિયાળ વિસ્તારમાં મહિલાઓમાં રક્તદાન અંગે જાગૃતિ આવે એ માટે અનોખી પહેલ કરી હતી.રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુર અને ખડકવાડ પ્રાથમિક શાળા દ્વારા પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. શિક્ષક અનુરાગ ચાવડાએ રક્તદાતાઓ માટે લીંબુ શરબતની સેવા પુરી પાડી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડકવાળ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પટેલ , શાળાની શિક્ષિકા ભાવનાબેન, પ્રગતિબેન તથા શાળા પરિવારએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી
કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ ભાવનાબેન પટેલ , પ્રગતિબેન ટંડેલ , અનિરુદ્ધભાઈ, નીતાબેન પટેલ, મિતેશભાઇ પટેલ, જીતુભાઈ ચાવડા તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક અને રેઈન્બો વોરિયર્સ કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.