વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભામાં ભાજપનું બુથ પેજ સમિતિ સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે..

0
364

ગુજરાત 2022 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ..ત્યારે વલસાડ જિલ્લામાં પણ ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે..

કપરાડા વિધાનસભા માટે ભાજપે અત્યારથી જ વિધાનસભાની ચૂંટણી ની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે.. ત્યારે આજે વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભામાં ભાજપનું બુથ પેજ સમિતિ સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે..

રાજ્યની 182 વિધાનસભામાં સૌપ્રથમ કપરાડા વિધાનસભા થી બૂથ પેજ સમિતિ સંપર્ક અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે..

આ પ્રસંગે કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સહિત વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને કપરાડા વિધાનસભા બેઠકના ભાજપના પ્રભારી કરસનભાઈ ગોંડલીયા સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં પેજ સમિતિના સભ્યો અને જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો સાથે સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા.. બે વર્ષ અગાઉ કપરાડા વિધાનસભામાં બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ આ બેઠક પરથી 46 હજાર થી વધુ મતોની જંગી લીડ થી ભવ્ય જીત મેળવી હતી.. ત્યારે આ વખતે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કપરાડા વિધાનસભા બેઠક ભાજપ 1 લાખ વોટથી વધુ લીડ થી જીતવા અત્યારથી જ કમર કસી છે.. અને સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ કપરાડા વિધાનસભા બેઠક થી બૂથ પેજ સમિતિ સંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે.. આજ થી શરૂ થયેલ આ અભિયાન આગામી 7 તારીખ સુધી ચાલશે.. આ દરમિયાન પાર્ટીના પદાધિકારીઓ , બુથ લેવલ અને પેજ સમિતિ ના સભ્યોને મળશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કપરાડા વિધાનસભા બેઠક જંગલી લીડ થી જીતવા તૈયારી કરવા કાર્યકર્તાઓ ને આહવાન કર્યું હતું.. ત્યારે કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા… જીતુ ચૌધરીએ આ વખતે પણ ભાજપ કપરાડા વિધાનસભા બેઠક ઐતિહાસિક લીડ થી જીતશે તેઓ દાવો કર્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here