પારડી પોલીસ સ્ટેશનમાં એસીબીનું ઓપરેશન સફળ અ.હે.કો અને જી.આર.ડી. બે આરોપીની ધરપકડ કરવામાં આવી.

0
218

પારડી પોલીસ સ્ટેશનમાં એસીબીનું ઓપરેશન સફળ અ.હે.કો અને જી.આર.ડી. બે આરોપીની ધરપકડ કરવામાં આવી.

વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટચારિયો માટે હવે એ સી બી દ્વારા થઈ રહેલી એક્શન થકી હવે ભ્રષ્ટાચાર આચરણ કરતા વહીવટી તંત્ર ભારે ફફડાટ ફેલાયો છે.

વલસાડ જિલ્લામાં દરેક વહીવટી તંત્ર ચાલતો ભ્રષ્ટાચાર માં શિક્ષણ બેંકો તાલુકામાં જિલ્લામાં કે કેન્દ્ર સરકારની કચેરીમાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. પરંતુ એસીબી દ્વારા દક્ષિણ ગુજરાતમાં ખૂબજ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે થકી ભ્રષ્ટાચાર કરનારા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

વલસાડ ના પારડી પોલીસ સ્ટેશનમાં ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અ.હે.કો. (વર્ગ-૩), અને પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, જી.આર.ડી. દ્વારા તા ૨૮.૦૯.૨૦૨૨ લાંચની માંગણીની રકમ રૂપિયા ૬,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ રૂપિયા ૬,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ રૂપિયા ૬,૦૦૦/- ગુનાનું સ્થળ પારડી પોલીસ સ્ટેશન ફરીયાદીના મિત્રની મોપેડ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હોય, જે મોપેડ છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગેલ હોય, સદર કામે અભિપ્રાય આપવા બાબતે આરોપી નં.(૧) અને (૨) નાએ ફરીયાદી પાસેથી રૂ.૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૬,૦૦૦/- નક્કી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૬૦૦૦/- ની લાંચની માંગણી કરી, આરોપી નં.(૧) અને (૨) સ્થળ પર હાજર હોય અને આરોપી નં.(૧)નાએ લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ટ્રેપીંગ અધિકારી વી.એસ.પલાસ, પોલીસ ઇન્સપેકટર, નવસારી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, I/c મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here