ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનિશ્ચિતકાલીન ધરણાં કરવાની ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા એલાન

0
282

ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે ૨જી ઑક્ટોબર થી અનિશ્ચિતકાલીન ધરણાં કરાશે…

રાજ્ય ભરમા આવેલ ૭૫૦ જેટલી આશ્રમશાળાઓના હજારો કર્મચારીઓની વર્ષો થી પડતર માંગણીઓ ના સંતોષાતા ૨જી ઑક્ટોબર થી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનિશ્ચિતકાલીન ધરણાં કરવાની ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું છે..
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય આશ્રમશાળા સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો ને લઇ ૧૫ મી સપ્ટેમ્બર થી આંદોલન કરી રહ્યા છે જેમાં પ્રથમ ૧૫મી સપ્ટેમ્બરે દરેક જિલ્લાઓમાં કલેકટર કચેરી ખાતે રેલી અને આવેદનપત્ર આપ્યું હતું. ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.. ત્યાર બાદ ૧૯મી એ માસ. સી. એલ ભોગવી હતી અને ૨૨મી સપ્ટેમ્બરે રાજ્ય ની દરેક જિલ્લા કલેકટર કચેરી એ પ્રતિક ધરણા યોજયા હતાં છતાં પણ આશ્રમશાળા કર્મચારીઓના પડતર પ્રશ્નો નુ નિરાકરણ ના થતાં હવે આશ્રમશાળા કર્મીઓ ગાંધીનગર તરફ કૂચ કરશે તેમ રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ ના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું હતું..આશ્રમશાળા કર્મચારી ઓની ૧૮ માંગો છે જેમાં મુખ્યત્વે ગૃહપતિ-ગૃહમાતાની જોગવાઈ, ૪૨૦૦/- ગ્રેડ પે અને સાતમાં પગારના લાભો મુખ્ય માંગો છે..

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here