મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે બે શહિદ પરિવારને જવાનોને સેલ્યુટ ત્રિરંગા દ્વારા 11000 નું અનુદાન અપાયું
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વડખંભા ગામે
સેલ્યુટ ત્રિરંગાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉત્તમભાઈ પટેલ, અર્ઘ લશ્કર ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી ખુશાલભાઈ વાઢું દ્વારા શહીદ થનારા સૈનિકો માટે એક અનુદાન શહાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના અને નવસારી જિલ્લાના બે દેશના કાજે શહીદ થનારા સૈનિકો માટે એક અનુદાન શહાય રાશિ આપવામાં આવી હતી.
સેલ્યુટ ત્રિરંગાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉત્તમભાઈ પટેલે જણાવ્યું કે અનેક સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત આજે આકસ્મિક મોત અને કુદરતી મૃત્યુ પામનારા જવાનો અનુદાન રાશિ આપવી તેમજ અંતિમ સમયે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ ક્રિયા કરવા માં મદદરૂપ થવા જેવા કર્યો કરે છે આ વર્ષમાં આજે પારડી ખાતે અકસ્માત માં મોતને ભેટેલા ગુલાબભાઈ સોનુભાઈ ગાયકવાડ રહેવાસી મિયાઝરી વાંસદા તેમજ ઉક્કડ ભાઈ કાળીદાસ પટેલ બરૂમાલ જેમનું કુદરતી મોત થયું હતું તેમના પરીજનો ને આજે માજી સૈનિક ખુશાલભાઈ વાઢું તેમજ ઉત્તમભાઈ પટેલ સહિત ની હાજરી માં શાહિદ સૈનિક ના પરિવાર જનોને 11000 નું અનુદાન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ દરમ્યાન સેલ્યુટ ત્રિરંગાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉત્તમભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ,મુકેશ ભાઈ પટેલ માજી અર્ધ સૈનિક બલ જિલ્લા પ્રમુખ,ખુશાલ ભાઈ વાઢું જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ સહિત મોટી સંખ્યામાં સેલ્યુટ ત્રિરંગના સભ્યો હાજરી આપી હતી.