ધ.તા.શિ.પ.શા. સ. મંડળી લિમિટેડની પ્રમુખની ચૂંટણીમાં જયેશભાઈ ગરાસિયાનો ભવ્ય વિજય
ધરમપુર તાલુકા શિક્ષક પરસ્પર સહકારી શાખવાળી મંડળી લિમિટેડની કારોબારી સભા મળી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી પ્રમુખના ઉમેદવાર જયેશભાઈ ખંડુભાઈ ગરાસીયા અને મહેશભાઈ રમણભાઈ પટેલ હતા જેમાં જયેશભાઈ ખંડુભાઈ ગરાસીયાને 12 મત તથા મહેશભાઈ રમણભાઈ પટેલને 5 મત મળ્યા હતા. આમ જયેશભાઈ ગરાસીયાનો 7 મતે ભવ્ય વિજય થયો હતો અને આગામી 5 વર્ષ માટે મંડળીના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.
ઉપપ્રમુખના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ મહાકાળ તથા રાજમભાઈ ભોંડવા હતા. જેમાં ભુપેન્દ્રભાઈ નાથુભાઈ મહાકાળને 10 મત અને રાજમભાઈ ભોંડવા 7 મત મળ્યા હતા. આમ ભુપેન્દ્રભાઈનો 3 માટે ભવ્ય વિજય થયો હતો જેને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.
અન્ય કારોબારી સભ્ય મનિષ પટેલ, મહેશ પટેલ, સંદીપ પટેલ , જગુભાઈ જાદવ, અશોક પટેલ, અજય ઠાકોર, હસમુખ પટેલ, નીરજ માકડિયા, મુકેશ આહીર, રામચંદ્ર માહલા, રાજેશ પટેલ, પરમજીત કોંકણી, કાંતિલાલ પટેલ, નવીન ભોયાએ ચાર્જ સંભાળ્યો હતો.
પ્રમુખ જયેશભાઈ ગરાસિયાએ તમામ શિક્ષક ભાઈ /બહેનો, કારોબારી સભ્યોનો આભાર માન્યો હતો. શિક્ષકોની જીવાદોરી સમાન ગણાતી મંડળીના/ શિક્ષકોના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે એમ જણાવ્યું હતું.