- ગોચર જમીન ખાલી કરાવો અથવા નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ ની અવગણના કરવા બાબતે પ્રશાસન વિરોધ કોર્ટ ના દરવાજા ખખડાવશે રાષ્ટ્રિય લોક અધિકાર મંચ રાષ્ટ્રિય અધ્યક્ષ અને કાયદાના જાણકાર નીરજ ચૌહાણ ચેતવણી
- હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોટ ના કાયદાની તાત્કાલિક અમલવારી કરવામાં આવે. તેમજ ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૧૦૫ પેટા કલમ ૦૨ નો ઉપયોગ તમામ ગ્રામ પંચાયત ઉપયોગ કરે.
- બનાસકાંઠાના તમામ તાલુકાના ગામોમાં ભૂ – માફીયાઓ તરફથી ગોચર ઉપર ગેર કાયદેસર રીતે ઘણા સમયથી દબાણ કરવામાં આવેલ છે. આ બાબતે જિલ્લા પ્રશાસન આંખ આડા કાન કરી ને બેઠું છું તે જાગરૂક નાગરિક નરી આંખે જોઈ શકાય છે.
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૦૫ ની પેટા કલમ ૦૨ મુજબ સરકારી પડતર/ ગોચર પડતરની જગ્યા પર થતા ગેર કાયદેસર દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતનાં સરપંચ અને ગ્રામ પંચાયત તેની જવાબદારી આપવામાં આવેલ છે પરંતુ સરપંચ અને ગ્રામપંચાયત ના સભ્યો બેદરકારી દાખવતા હોય તો ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની ક્લમ ૫(૧) મુજબ કાર્યવાહી કરી પંચાયતનાં સરપંચ સત્તા પરથી દૂર કરવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આપવામાં આવેલ છે.પરંતુ જીલ્લા વિકાસ અધિકારી આ સંદર્ભે કોઈ પ્રકારની કાળજી લેતા નથી અને કાયદાની અમલવારી કરાવવામાં નિષ્કાળજી દાખવે છે. અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેંટ અનુસાર દબાણ દૂર કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત સંસ્થાની સંયુક્ત જવાબદારી બને છે અને ગ્રામ પંચાયત દબાણ દુર કરવામાં નિષ્કાળજી દાખવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના ડીવીઝન બેન્ચના ડી.એમ.પટેલ વિરૂધ્ધ એ.એસ.પટેલ ૨૦૦૯(૩) ગુ.ગો.રી.૨૧૬૭૨૮૪, તા.૨૦/૦૩/૨૦૦૯ ની ડી બેન્ચના જજમેન્ટ અનુસાર પંચાયતને પદ મુક્ત કરી શકાય છે, પરંતુ તેનો અમલ થતો નથી. અને પ્રસાશન ફક્ત દબાણકારોના પક્ષમાં હોય તેવો આભાસ થાય
નામદાર સુપ્રિમ કોર્ટએ પોતાના એક જજમેન્ટમાં તમામ રાજય સરકારોને ગામના લોકોના હિતના તળાવો, જળાશયો, ઢોરો માટેના ગાંદરા, ગાડા સ્ટેન્ડ, ખેતીની ઉપજ માટેની ખળવાડ, ગૌચર વગેરે ઉપરના દબાણ દુર કરાવવા જણાવેલ છે. પરંતુ અત્યારે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાને ૧૦ વર્ષ કરતાં વધુ સમય થવા આવેલ હોવા છતાં સરકારી અધિકારીઓ નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટનું પાલન કરવામાં નિષ્ફળ નિવડેલ છે અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટની અવગણના કરી રહયા છે જેથી ગામડાઓમાં આડેધડ મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે. જેથી (નામદાર સુપ્રિમકોર્ટના નામદાર સુપ્રિમ કોર્ટ જસપાલસિંઘ વિરૂધ્ધ પંજાબ રાજય સી.એ.૧૧૩૨/ ૨૦૧૧, તા.૨૮/૦૧/૨૦૧૧ નો ચુકાદો ) ચુકાદાનો અમલ કરવા આપના તાબા તળેના તમામ અધિકારીઓ કર્મચારીઓને કડક સૂચના આપવા વિનંતી છે અને નામદાર સુપ્રિમ કોર્ટના હુકમનો અનાદર કરનાર અધિકારી/કર્મચારી વીરૂધ્ધ કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ કડક કાર્યવાહી કરવા વિનંતી છે.
તેમજ સંપૂર્ણ બનાસકાંઠા માં આ મુદ્દાઓ ઉપર અમલવારી કરવામાં આવે.
૧) સરકારી પડતર/ગૌચર પડતર જમીન ઉપર થયેલ દબાણોનું સર્વે કરી/કરાવી તાત્કાલીક દુર કરાવવા તમામ તલાટી કમ મંત્રી/રેવન્યુ તલાટી/સર્કલ ઈન્સ્પેક્ટર, સર્કલ ઓફ્સિર, તાલુકા વિકાસ અધિકારીઓ/મામલતદારશ્રીઓ/પ્રાંત અધિકારીશ્રીઓને કડક સુચના આપવા વિનંતી.
૨) દબાણ બાબતે ગુ.પં.ધા. તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે આપના તાબા તળેના અધિકારીઓ કર્મચારીઓ) કડક સૂચના આપવા વિનંતી.
૩) નામદાર ગુજરાત સરકારશ્રીના દબાણ બાબતેના વખતો વખતના ઠરાવ/પરિપત્રનો ચુસ્ત અમલ થાય અને દબાણ દુર થાય તે માટે આપના તાબા તળેના અધિકારી/ કર્મચારીઓને કડક સૂચના આપવા વિનંતી.
૪) દબાણદારો વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ ની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી કરવા હુકમ કરવા વિનંતી.
૫) વારંવાર દબાણ કરી ગ્રામ પંચાયતને આર્થીક નુક્શાન પહોંચાડતા દબાણદારો વિરૂધ્ધ પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવા વિનંતી.
૬) રી-સર્વે પ્રમોલગેશનમાં સરકારી/ગૌચર જમીનના ક્ષેત્રફળમાં ઘટ થયેલ હોય તેવી ગ્રામ પંચાયત શોધી રી-સર્વે પ્રમોલગેશનમાં માલુમ પડેલ ક્ષતિઓ સુધારવા યોગ્ય હુકમ કરવા વિનંતી.
૭) જાહેર જનતાના હિતના તળાવો/જળાશયો ઉપર થયેલ દબાણ દુર કરાવવા અને જળાશયો/ તળાવો ઉપર દબાણ કરનાર ઈસમો વિરૂધ્ધ પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવા હુકમ થવા વિનંતી.
૮) ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓના દબાણ શોધી કાઢી અગ્રતા ક્રમે તેમના દબાણ દુર કરાવવા તેમજ કાલાજી ઠાકોર વિરૂધ્ધ ગુજરાત સરકારના જજમેન્ટ અનુસાર કાર્યવાહી કરવા વિનંતી.
તેથી અમો રાષ્ટ્રિય લોક અધિકાર મંચ તરફથી નીરજકુમાર ચૌહાણ કાયદાના જાણકાર અને રાષ્ટ્રિય અધ્યક્ષ જવાબદારીનુ નિર્વહન કરતા બહુ નાગરિકો તેમજ RTI કાર્યકર્તાઓની ફરિયાદ અને રાવ ઉઠવાના કારણે મંચ વતી નામદાર ગૂજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ / પંચાયત ધારાની જોગવાઈ અને મહેસૂલ વિભાગ ના પરિપત્રો આધીન આ દબાણકારો સામે તાત્કાલિક દિન 30 માં કાર્યવાહી કરવા માંગ કરીએ અને દબાણ કારો પાસેથી જમીન પ્રશાસન ખુલ્લી કરાવે અથવા રાષ્ટ્રિય લોક અધિકાર મંચ ના પ્રતિનિધિ મંડળ ગુજરાત હાઇકોર્ટ ના દરવાજા ખટ-ખટાવવા મજબૂર બનીશું અને આ એક કંટમ ઓફ કોટ ની કાર્યવાહી કરાવવા માટે હાઇકોર્ટના શરણમાં જવા મજબૂર બનીશું