કોંગ્રેસના MLA પર હિચકારો હુમલો: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામની બજારમાં હુમલો મોટી સંખ્યામાં સમર્થકો એકઠા

0
363

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના કારણે રાજકારણ ગરમાયું છે.

ાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. ધારાસભ્ય દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય શખ્સોએ હુમલો કર્યો- અનંત પટેલ
આજે ખેરગામના સરપંચ અને આગેવાનોએ એક અગત્યની મીટીંગ માટે મને બોલાવ્યો હતો. તેમાં પહોંચતા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કેટલાક ગુંડાઓ દ્વારા મારી ગાડીના કાચ તોડીને દરવાજા ખોલ્યા હતા અને માર મારવાની કોશિશ કરી હતી.
કૉંગ્રેસે હુમલાની ઘટનાને વખોડી કાઢી
વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે કૉંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે,આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યની વધતી જતી પ્રતિષ્ઠાથી બોખલાઈને ભાજપાના લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સંઘર્ષમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here