ગુજરાતના લોકોએ 35 વર્ષ કોંગ્રેસને આપ્યા અને 27 વર્ષ ભાજપને આપ્યા. એનો મતલબ કે છેલ્લા 62 વર્ષથી આ બંને પાર્ટીઓ પૈકી મળીને ગુજરાતની બરબાદ કરી રહી છે :રાઘવ ચઢ્ઢા

0
259

અમદાવાદ/અમરેલી/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, અમરેલી જીલ્લામાં છેલ્લા 27 વર્ષમાં ભાજપની અહંકારી સરકારે એક પણ હાઈસ્કૂલ બનાવી નથી, એક પણ કોલેજ બનાવી નથી, એક પણ સિવિલ હોસ્પિટલ બનાવી નથી અને એવું લાગી રહ્યું છે કે અમરેલી જીલ્લાને જાણી જોઈને પછાત રાખવામાં આવ્યો છે. આજે અમરેલીની હાલત એવી છે કે જો કોઈ વ્યક્તિને એક્સ-રે કરાવવો હોય તો તેને રાજકોટ જવું પડે છે. પાણીની ગંભીર સમસ્યા છે. પાણી પણ ત્રણ-ચાર દિવસે એકવાર આવે છે અને જો આવે છે તો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. આ સાથે અમરેલી એક એવો જિલ્લો છે કે જ્યાં દર વર્ષે વસ્તી ઘટી રહી છે. કારણ કે અમરેલીના લોકો અમરેલીમાંથી પોતાનાં ઘરો ખાલી કરીને અન્ય જગ્યાએ જઈ રહ્યા છે. અમરેલીમાં ન તો ઉદ્યોગ છે કે ન રોજગાર છે.

અમરેલી જિલ્લાએ ગુજરાત અને દેશને અનેક ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ આપ્યા છે. પરંતુ આ આ નેતાઓએ અમરેલી જિલ્લાને કશું આપ્યું નથી. 27 વર્ષ જૂની ભાજપ સરકારે સૌરાષ્ટ્ર સાથે હંમેશા અવગણવાનું કામ કર્યું છે, પરંતુ આવનારા સમયમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર આ અવગણનાને દૂર કરીને સૌરાષ્ટ્રમાં વિકાસના કામો કરશે. અહીંનાં ખેડૂતોની પણ ઘણી સમસ્યા છે જેમકે, વીજળીની સમસ્યા, પાણીની સમસ્યા, જંગલી પ્રાણીઓની સમસ્યા અને MSP નાં ભાવ ન મળવા. આ તમામ સમસ્યાઓએ લોકોના સામાન્ય જીવનને હચમચાવી નાખ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે અમરેલીના લોકો સાથે ઘણી છેતરપિંડી થઈ છે. અહીં રોડને બદલે દરેક જગ્યાએ ખાડાઓ જ જોવા મળે છે.

અમરેલીને હંમેશા પાછળ રાખવામાં આવ્યું એને જોઈને અને લોકો સાથે વાતચીત કરીને અમરેલીના લોકોને એટલું જ આશ્વાસન આપવા માંગીશ કે જેવી રીતે દિલ્હી અને પંજાબના લોકોએ દશકો જૂની પરંપરાગત પાર્ટીઓને ઉખાડીને ફેંકી દીધી અને નવી રાજનીતિક પાર્ટી આમ આદમી પાર્ટીને મોકો આપ્યો એ જ રીતે તમે પણ અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપો. હું તમને વિશ્વાસ અપાવું છું કે એક વખત નહીં પણ તમે વારંવાર આમ આદમી પાર્ટીને જ વોટ આપશો, એવું કામ અમે અમરેલી જિલ્લા અને સમસ્ત સૌરાષ્ટ્રમાં કરીને બતાવીશું. ભાજપે સોતેલું સૌરાષ્ટ્ર બનાવ્યું હતું પરંતુ અમે ‘અમારું સૌરાષ્ટ્ર’ બનાવીશું.

આંકડા ઉઠાવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે, ગુજરાતમાં પાછલા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને 27 વર્ષ પહેલાં લગભગ 35 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. એનો મતલબ કે ગુજરાતના લોકોએ 35 વર્ષ કોંગ્રેસને આપ્યા અને 27 વર્ષ ભાજપને આપ્યા. એનો મતલબ કે છેલ્લા 62 વર્ષથી આ બંને પાર્ટીઓ પૈકી મળીને ગુજરાતની બરબાદ કરી રહી છે. આ લોકોને વારંવાર મોકા આપવામાં આવ્યા પરંતુ આ લોકોએ અમરેલી જિલ્લા અને ગુજરાત માટે કંઈ કામ કર્યું નહીં. ના લોકોની જિંદગી સારી થઈ, ના લોકોને મફત વીજળી મળી, ના ગુજરાતમાં મોહલ્લા ક્લિનિક બન્યા, ના 24 કલાક વીજળી મળે છે, ના 24 કલાક પાણી મળે છે, ના મફતમાં ઓપરેશન થાય છે, ના ઘરડા લોકોને મફતમાં તીર્થયાત્રા કરાવવામાં આવે છે.

જો છેલ્લા 62 વર્ષથી આ પાર્ટીઓ તમારી જિંદગી બહેતર નથી બનાવી શકી અને ગરીબી નથી મિટાવી શકી તો આવનારા સમયમાં પણ એ આ કામ નહીં કરી શકે. તો મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે જો તમે 35 વર્ષ કોંગ્રેસની અને 27 વર્ષ ભાજપને આપ્યા છે, તો હવે ફક્ત પાંચ વર્ષ અરવિંદ કેજરીવાલજીને આપીને જુઓ. જો પાંચ વર્ષમાં તમને અમારું કામ પસંદ ન આવે તો પાંચ વર્ષ પછી અમને વોટ ન આપતા. પરંતુ અત્યારે એક વખત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપીને જુઓ. દિલ્હીમાં 15 વર્ષ જૂની સરકારને હટાવીને દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટી ને મોકો આપ્યો અને પંજાબના લોકોએ 50 વર્ષ જૂની કોંગ્રેસ અને અકાલીદલ ની સરકારને ઉખાડીને ફેંકી દીધી અને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. તો હવે આ જ રીતે ગુજરાતના લોકો કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપે.

હું સીએ છું મને આંકડાની સમજ છે. મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાતની ભ્રષ્ટ સરકારે ગુજરાતમાં સાડા ત્રણ લાખ કરોડનું દેવું કરીને રાખ્યું છે. ગુજરાતના લોકોને જેટલી વેપારની સમજ એટલી સમજ કોઈનામાં નથી. અહીંયાની આબોહવામાં વેપાર છે. ગુજરાતીઓ નુકસાનીના વેપારને પણ નફામાં બદલી નાખે છે પરંતુ ગુજરાતના ભ્રષ્ટ નેતાઓએ નફા વાળી સરકારને દેવાદાર બનાવી દીધી છે. ગુજરાતની કુલ આબાદી સાડા છ કરોડ છે અને દેવું સાડા ત્રણ લાખ કરોડ છે એટલે પ્રતિ વ્યક્તિ 58 હજાર નું દેવું છે એવું કહી શકાય.ગુજરાતમાં કોઈ બાળકનો જન્મ થાય છે તે જન્મ થતા ની સાથે જ તેની ઉપર 58 હજારનું દેવું ચડી જાય છે. મારી તમને બધાને વિનંતી છે કે ગુજરાતને ફરીથી દેવાદારમાંથી મુક્ત કરવા માટે એક મોકો અરવિંદ કેજરીવાલજીને આપો.

તમે જોવો છો કે ગુજરાતમાં જ્યાં પણ આમ આદમી પાર્ટી પોતાના પોસ્ટર લગાવે છે, બેનર લગાવે છે તેને ભાજપ પોલીસ અથવા સ્થાનિક પ્રશાસનની મદદથી ફાડી નાખે છે. ભાજપ કોંગ્રેસના બેનર નથી ફાડતી ફક્ત આમ આદમી પાર્ટીના બેનર ફાડે છે અને બીજી તરફ ભાજપના લોકો દરેક ગલી, દરેક નાકામાં આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લગાવે છે. ભાજપ ના લોકો કોંગ્રેસ વિરુદ્ધ હોર્ડિંગ્સ, પોસ્ટર, બેનર લગાવતા નથી. ભાજપના લોકો આજકાલ કોંગ્રેસના લોકોને ગાળો પણ નથી આપતા તેમની વિરુદ્ધ કોઈ નિવેદન પણ નથી આપતા. ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદન આપે છે, તો એવું લાગે છે ભાજપને રાત્રે આમ આદમી પાર્ટીના નેતાઓનું ભૂત ડરાવે છે.

ભાજપ એટલી ડરી ગઈ છે કે અમારા બેનર, પોસ્ટર ફાડી નાખે છે, અમારા નેતાઓ વિરુદ્ધ FIR નોંધાવે છે, આમ આદમી પાર્ટી જે ગણેશ પંડાલ લગાવે છે તેને ઉખાડીને ફેંકી દે છે, ‘આપ’ની જ્યાં સભા થાય એ બિલ્ડીંગ પર બુલ્ડોઝર ફેરવી નાંખે છે. બની શકે કે આ અત્યારની પ્રેસ કોન્ફરન્સ બાદ અમરેલીના સર્કિટ હાઉસ ઉપર પણ ભાજપના લોકો બુલડોઝર ફેરવી દે. ભાજપ સમજી ગઈ છે કે 2022 ની વિધાનસભા ચૂંટણીની રેસમાં આમ આદમી પાર્ટી ભાજપથી થોડી આગળ નીકળી ગઇ છે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here