ગુજરાતમાં ભાજપ પાટીદારોને નફરત કરે છે : ગોપાલ ઇટાલિયા

0
267

અમદાવાદ/દિલ્હી/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે મારા વિરુદ્ધમાં NCWએ એક નોટિસ નીકાળી છે. અત્યાર સુધી મને આ નોટિસ મળી નથી પરંતુ હું કાનૂનમાં માનવા વાળો એક નાગરિક છું એટલા માટે મેં એ ના વિચાર્યું કે હજુ સુધી મને નોટિસ મળી નથી અને હું નેશનલ કમિશન ઓફ વુમનની સામે પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર થયો. મને અત્યાર સુધી ખબર જ ન હતી કે કયા કારણોસર મને નોટિસ મળી છે.

જ્યારે હું કમિશનની ઓફિસમાં ગયો તો મારી સાથે જે વકીલ હતા તેમને રોકવામાં આવ્યા. મને જણાવવામાં આવ્યું કે કમિશનનો કાનૂન છે કે કોઈનો વકીલ સાથે નહીં આવી શકે. તો મેં જણાવ્યું કે બંધારણમાં લખાયેલું છે કે દરેક વ્યક્તિને કાનૂની આસિસ્ટન્ટ લેવાનો અધિકાર છે. ત્યારબાદ જ્યાં ચેરમેન મેડમ બેસે છે ત્યાં મને લઈ જવામાં આવ્યો. જ્યારે મેં રૂમમાં જવા માટે એમની પરમિશન લીધી તો એમણે ખૂબ જ અહંકારપૂર્વક કહ્યું કે તમે ખૂબ જ બદતમીજ છો, શું ઔકાત છે તમારી? અને શું હેસિયત છે તમારી? મને ખૂબ જ આઘાત લાગ્યો. આ કઈ રીતની ભાષા હતી અને આ કઈ રીતની તપાસ છે? પણ હું કંઈ ના બોલ્યો કારણ કે હું તેમના પદનું સન્માન કરું છું. હું બસ તેમને સાંભળતો જ રહ્યો. મને પૂછવામાં આવ્યું કે એ કોણ લોકો છે જે બહાર તમારી સાથે આવ્યા છે? કેમ આવ્યા છે એ લોકો? બે મિનિટ સુધી મારી સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. મને ધમકાવવામાં પણ આવ્યો કે આમ કરી દઈશું, તેમ કરી દઈશું અને FIR કરી દઈશું, જેલમાં મોકલી દઈશું, શું સમજે છે પોતાની જાતને? શું ઔકાત છે તારી? આ બધી વાતો મેડમે પોતે મને કહી. હું આઘાતમાં હતો અને ફક્ત સાંભળી રહ્યો હતો.

ત્યારબાદ હું એ રૂમમાંથી બહાર નીકળ્યો અને મારા વકીલ જે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠા હતા તેમને જોઈને મળ્યો મેં તેમને જણાવ્યું કે મેડમ એ મારી સાથે ખરાબ વર્તણૂક કરી અને મારું કોઈ સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ નથી કર્યું. જે બાબતને લઈને મને સમન્સ પાઠવવામાં આવ્યું હતું એને લઈને કોઈ વાત કરવામાં આવી નહીં. આટલી વારમાં કમિશન તરફથી પોલીસ બોલાવી લેવામાં આવી. મને ખબર નથી કે એમની અને પોલીસ વચ્ચે શું વાત થઈ. ત્યારબાદ મને પોલીસની હાજરીમાં જણાવવામાં આવ્યું કે મારી ઉપર બેસવાનું છે. ત્યાં આઠ દસ લોકો હતા જે સિવિલ ડ્રેસમાં હતા અને તેઓ કોણ હતા તેઓ ત્યાં કેમ હતા? શું એ કોઈ પદના અધિકારી હતા? ક્યાંય છોકરી હતી જે મોબાઈલથી વિડીયો લઈ રહી હતી જ્યારે મેં તેમને પૂછ્યું કે શું આ ઓફિશિયલ વિડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો તેમણે જવાબ આપ્યો કે હા આ ઓફિસિયલ વિડીયો રેકોર્ડિંગ છે. ત્યારે મેં કહ્યું કે મને આ વીડિયોની કોપી તો એસે કારણ કે ઓફિસિયલ વિડિયો છે તો મારો અધિકાર બને છે કે હું જે પણ તમારી સામે કહી રહ્યો છું અને જે રેકોર્ડ થઈ રહ્યું છે એ બધું ડેટા મને મળવો જોઈએ. ત્યારબાદ બધા લોકો મળીને મને ધમકાવવા લાગ્યા.

આખા ઘટના ક્રમમાં આપણે જોયું કે ક્યાંય પણ નોટિસને લઈને કમિશનને કોઈ રસ ન હતો બસ એમને રસ હતો મને ડરાવવા ધમકાવવામાં અને મને જેમ તેમ બોલવામાં. અંતમાં તે લોકોએ પોલીસને કહ્યું કે આને ઉઠાવીને લઈ જાઓ અને પોલીસ સ્ટેશનમાં રાખી મૂકો. આજે આખા દિવસ દરમિયાન જે ઘટનાક્રમ રહ્યો એનું કારણ એ જ છે કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં ઉભો થઈ ચૂક્યો છે. પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીના સમર્થનમાં ખુલીને બહાર આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ પાટીદારોને નફરત કરે છે. થોડા વર્ષો પહેલા ભાજપ સરકારે પાટીદાર યુવાનો ઉપર ગોળીઓ ચલાવી હતી અને 14 યુવાનોની હત્યા કરવામાં આવી હતી. બાકી બચેલા હજારો યુવાનો પર ખોટા કેસો કરીને તેમનું કરિયર ખરાબ કરી નાખવામાં આવ્યું હતું.

આટલું કર્યા બાદ ભાજપને લાગ્યું કે, કેટલાય લોકોને ગોળીઓ મારી, કેટલાયને જેલમાં ભરી દીધા. તો પછી આ ગોપાલ ઇટાલિયા કઈ રીતે બચી ગયો અને કઈ રીતે આગળ નીકળી ગયો? એક સાધારણ પાટીદાર યુવક કઈ રીતે પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બની ગયો? કઈ રીતે આ યુવાન ભાજપની ચેલેન્જ કરી રહ્યો છે? તે લોકોએ નક્કી કર્યું કે આ યુવકને હેરાન કરો, પરેશાન કરો અને ગમે તેમ કરીને તેને બદનામ કરો. આજે આખી ભાજપ પાર્ટી ગોપાલ ઇટાલિયાની પાછળ પડી ગઈ છે. હું કાંઈ નથી, હું એક સાધારણ યુવક છું. જ્યારે તમે સોશિયલ મીડિયા પર જુઓ છો કે ભાજપના બધા ધારાસભ્ય, કેન્દ્રના મંત્રીઓ અને ભાજપનું સમગ્ર IT સેલ એક સાધારણ માણસની પાછળ લગાવીને રાખ્યું છે, પણ કેમ? કારણકે તેઓ પાટીદાર સમાજથી નફરત કરે છે. નફરતમાં આ લોકો એટલા નીચે જઈ ચૂક્યા છે કે, તેઓએ ગુજરાતથી મને બોલાવીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો.

મારા વકીલને પણ ન જણાવ્યું કે મને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. વકીલને કોઈ બીજા પોલીસ સ્ટેશન નું એડ્રેસ આપેલું અને મને બીજી કોઈ જગ્યાએ લઈ ગયા હતા. આ જે આખો ઘટનાક્રમ છે તેમાં ભાજપની ભ્રષ્ટ માનસિકતા, પાટીદાર સમાજ વિરોધી માનસિકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તેઓ નથી ઈચ્છતા કે ગુજરાતમાંથી પાટીદાર યુવાનો આગળ આવે, રાજનીતિમાં આગળ વધે, લીડરશીપ રોલ કરે. કોઈને કોઈ રીતે ગુજરાતમાં પણ મારા પર પાછલા દિવસોમાં ઘણી FIR કરી છે. અહીંયા પણ આ લોકોએ મારી સાથે જે કર્યું તેનાથી દેખાય છે કે તેઓને પાટીદારોથી ચીડાઈ છે, પાટીદારોને નફરત કરે છે, ગોળીઓ મારે છે, જેલમાં મોકલી દે છે તો પણ એ લોકોને સંતોષ થતો નથી. તો હવે ગુજરાતની બહાર બોલાવીને ઉત્પિડન કરવાની કોશિશ કરે છે.

મારે આજે કહેવું છે કે, મારું નામ ગોપાલ છે અને ભગવાને મને આશીર્વાદ આપ્યા છે. હું ગોપાલ છું અને હું આ કંસના સંતાનોથી ડરવાનો નથી. કંસના બધા સંતાનો લાગી ગયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં, પાટીદાર સમાજના વિરોધમાં, ગોપાલ ઇટાલિયાના વિરોધમાં અને અરવિંદ કેજરીવાલના વિરોધમાં. કંસના બધા સંતાનો એક જૂથ થઈ ગયા છે. પણ અમે પણ ગોપાલ છીએ ઈશ્વરની સંતાન છીએ આ કંસના સંતાનોની સામે લડીશું અને જીતીને બતાવીશું.

પોલીસે સ્ટેશનમાં લઈ જઈને મને એટલું જ કહ્યું કે, આ બધામાં શા માટે પડી રહ્યા છો? આટલા તાકાતવર લોકો સામે શું કામ પંગો લઈ રહ્યા છો? છોડી દો આ બધી વસ્તુઓ. આટલા પરેશાન કેમ થઈ રહ્યા છો. મેં એમને વિનંતી કરી કે, સર તમને જે પણ કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ મળ્યો હોય તે કાર્યવાહી કરો, તમે આ રીતે મને સમજાવશો નહીં. મારી લડાઈ બેઇમાની સામે છે. પાટીદાર સમાજના દુશ્મન જે ભાજપ વાળા છે તેમની સામે મારી લડાઈ છે. જે પણ મરજી હોય એ કરે. મને જેલમાં ધકેલી દે, ફાંસીએ લટકાવી દે, ગોળી મારી દે કે આ દેશમાં મારી વિરુદ્ધ મોરચો કાઢે હું આ લડાઈ લડતો રહીશ.

દેશની અંદર આ જે ગેરબંધારણીય રીતે કામકાજ થઈ રહ્યું છે એને રોકવાની લડાઈ લડી રહ્યા છીએ, અને લડી રહ્યા છીએ એટલા માટે જ ભાજપને તકલીફ છે. એક રીતે તમે જોવો તો આખા દેશને એક સર્કસ બનાવી દીધું છે. સરકાર છે એ રાજ્યમાં સર્કસ ચલાવી રહી છે. અમે આ લડાઈ લડી રહ્યા છીએ અને લડાઈ ચાલુ રાખીશું. કંસના સંતાનોને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે તમારાથી ડરવાના નથી. અમે પાટીદાર સમાજથી છીએ, અમે ગુજરાતથી છીએ, અમે સરદાર પટેલને માનવાવાળા છીએ. આ લડાઈને અમે અંજામ સુધી પહોંચાડીશું અને જીતીને બતાવીશું.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here