પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શિવજીના દર્શનનો અવસર મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે : રાઘવ ચઢ્ઢા

0
64

અમદાવાદ/સોમનાથ/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ચાર દિવસીય મુલાકાત માટે ગુજરાત આવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર, અમરેલીના ધારી, જૂનાગઢના કેશોદમાં પદયાત્રા કરી હતી અને વિશાળ જનસભાને પણ સંબોધિત કરી. આજે રાઘવ ચઢ્ઢા અને ‘આપ’ના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભોળાનાથ શંભુના દર્શન કર્યા હતા.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે સવારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચ્યા હતાં. રાઘવ ચઢ્ઢાએ શિવજીની આરતીમાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ગુજરાત અને ભારતના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે ભોળાનાથ શંભુને પ્રાર્થના કરી હતી. આમ આદમી પાર્ટીને ભાજપ સામે લડવાની શક્તિ મળે, ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય એ માટે રાઘવ ચઢ્ઢાએ શિવજીને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ લીધા કે ભારત દેશ વહેલી તકે સત્યના માર્ગે ચાલીને વિશ્વનો નંબર વન દેશ બને.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શિવજીના દર્શનનો અવસર મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. દિવાળીનો પાવન પર્વ નજીક છે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો, એવી જ રીતે આમ આદમી પાર્ટી પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પર વિજય પ્રાપ્ત કરે તેવી મેં ભગવાન શિવને પ્રાર્થના કરી છે. સાથે સાથે મેં ગુજરાતની સમૃદ્ધિ માટે, દેશની સમૃદ્ધિ માટે, દેશના દરેક પરિવારની ખુશી માટે, દરેક નાગરિકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. આ પ્રથમ જ્યોતિર્લિંગ છે અને એવું કહેવાય છે કે અહીંયા કરેલી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મને પણ વિશ્વાસ છે કે મારી કરેલી પ્રાર્થના પણ પૂરી થશે અને શિવજીની કૃપાથી ગુજરાતમાં સરકાર બનાવવાનો અને લોકોની સેવા કરવાનો અમને અવસર પ્રાપ્ત થશે.

રાઘવ ચઢ્ઢા સોમનાથ મંદિરનાં મહંતને પણ મળ્યા હતા અને ગુજરાત અને દેશના વિકાસ માટે મહંત પાસેથી આશીર્વાદ પણ લીધા હતા. રાઘવ ચઢ્ઢાની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે પણ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરી હતી અને ગુજરાત અને ભારતના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here