અંત્યોદયથી સર્વોદય સુધી ના સૂત્ર સાથે નીકળેલી ભાજપ ની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા આજે વલસાડ જિલ્લામાં પ્રવેશી છે..
જ્યાં વલસાડ જિલ્લાની કપરાડા અને ધરમપુર વિધાનસભા મતવિસ્તારમાં યાત્રા દરમિયાન જાહેર સભાઓ યોજાઇ હતી..
મહત્વપૂર્ણ છેકે વલસાડ જિલ્લાની ધરમપુર અને કપરાડા વિધાનસભા મતવિસ્તાર સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતી બેઠક છે ..આથી આજે આ યાત્રાની આગેવાની કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને રાજ્યના આદિજાતિ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ લીધી હતી.. યાત્રા ના પ્રથમ પડાવમાં કપરાડા વિધાનસભાના નાનાપોંઢામાં એક જંગી જાહેરસભા યોજાઈ હતી.. જેમાં મંચ પર ઉપસ્થિત સરકારના આદિવાસી મંત્રીઓ અને અગ્રણીઓએ અનેક મુદ્દે વિરોધી પાર્ટી કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા.. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ ના વિકાસ અને કલ્યાણ માટે ચાલતી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા ..અને માત્ર ભાજપ સરકારો જ સાચા અર્થમાં આદિવાસીઓનું કલ્યાણ કરી રહી હોવાનો દાવો કર્યો હતો…. કેન્દ્રીય મંત્રી બિરસા મુંડાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે પણ પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ વચનોની લહાણી કરતી આપ શાસિત દિલ્હી અને પંજાબ સરકારની પણ ટીકા કરી હતી.
કપરાડા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિપુલભાઈ ભોયા ની યુવા ટીમ દ્વારા કાર્યક્રમ યોજવામા મહત્ત્વ નું યોગદાન રહ્યું હતું.