ભાવનગરના પૂર્વ મૅયર અને અનુસૂચિત જાતિના અગ્રણી ગીરધરભાઈ પડાયા આજે દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીના વરદ હસ્તે આજે ખેસ પહેરી ને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

0
275

અમદાવાદ/ભાવનગર/ગુજરાત

આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી ગઈ છે. કારણ કે ગુજરાતની જનતા એ જાણી ગઈ છે કે આજે આખા દેશમાં ફક્ત એક જ પાર્ટી છે જે પ્રજાના હિતના કામ કરે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હીની સરકારે જે કામ કરી બતાવ્યા છે એની આજે આખી દુનિયા નોંધ લઈ રહી છે અને આજે ગુજરાતના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે દિલ્હી જેવા શાનદાર વિકાસના કામો ગુજરાતમાં પણ થાય. અને એટલા માટે જ લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે તથા પ્રજાની સેવા કરવાની ભાવના રાખનાર લોકો આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તથા અલગ અલગ સમાજ અને સંગઠનના લોકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આવા સજ્જન અને ઈમાનદાર લોકોના આવવાથી આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે.

આમ આદમી પાર્ટીમાં સામેલ થનાર લોકોની યાદીમાં વધુ એક નામ જોડાયું છે. ભાવનગરના પૂર્વ મૅયર અને અનુસૂચિત જાતિના અગ્રણી ગીરધરભાઈ પડાયા આજે દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીના વરદ હસ્તે આજે ખેસ પહેરી ને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. ગીરધરભાઈ પડાયા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગીરધરભાઈ પડાયા કોંગ્રેસ પાર્ટીમાં વર્ષો સુધી સક્રિય રહ્યા છે અને અલગ અલગ મોટી જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. ગીરધરભાઈ પડાયા ભાવનગર શહેર (જી) કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગીરધરભાઈ સમસ્ત ગોહિલવાડ મેઘવાળ વણકર પંચાયતમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે તથા ભાવનગર જિલ્લાની અનુસૂચિત જાતિ સમાજની મોટી સંસ્થા ભાણીમાં કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પણ છે. ગીરધરભાઈ પડાયાએ સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, અનુસૂચિત જાતિની યોજનાઓનો લાભ માટેની શિબીરો, કુરિવાજ અને વ્યસન મુક્તિ જેવી શિબિરનું આયોજન કરી ચુક્યા છે. ભાણીમાં કન્યા છાત્રાલયમાં સમસ્ત સૌરાષ્ટ્રમાંથી આવતી અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને વિનામૂલ્ય રહેઠાણની અને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં ગીરધરભાઈએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો છે.

ગીરધરભાઈ પડાયા અરવિંદ કેજરીવાલજીના વિચારો અને કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગીરધરભાઈ પડાયાનું સ્પષ્ટ માનવું છે કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હીની સરકારે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જે શાનદાર કામો કર્યા છે એવા જ કામો ગુજરાતમાં પણ થવા જોઈએ. ગીરધરભાઈ પડાયા આમ આદમી પાર્ટીમાં રહીને જનતાની સેવા કરવા માંગે છે અને આમ આદમી પાર્ટીની વિચારધારાને ઘરે-ઘરે પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરવા માટે તત્પર છે. અરવિંદ કેજરીવાલજીએ 300 યુનિટ મફત વીજળી, મહિલાઓને પ્રતિમાસ ₹1,000ની સન્માન રાશિ, યુવાનોને રોજગારી, બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ તથા દિલ્હી જેવી શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા જેવી અનેક ગેરંટીઓ આપી છે અને ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલજી પર પૂરો વિશ્વાસ રાખી રહી છે કારણ કે અરવિંદ કેજરીવાલજીએ ભૂતકાળમાં જે ગેરંટી આપી હતી તે દિલ્હીમાં પૂરી કરીને બતાવી છે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here