ડિફેન્સ એક્સ્પો-2022 અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દિલધડક કરતબ સાથે એર શોનું આયોજન

0
257

જીએનએ અમદાવાદ:

ગુજરાતના આંગણે તા 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પો-2022 અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતના રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ની ઉપસ્થિતિમાં એર શૉ – લાઇવ ડેમો યોજાયો હતો. આ એર શો માં જલ સેના, થલ સેના, વાયુ સેના અને DRDO ના વિવિધ દિલધડક સંરક્ષણ કરતબો તેમજ આધુનિક ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

Ad..

ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની ઓળખ આપતાં અનેકવિધ અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણો આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભારતને ડિફેન્સ મેન્યુફેકચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરતા આ ઉપકરણો અને અત્યાધુનિક સંરક્ષણ યુક્તિ પ્રયુક્તિઓ જોઇને ઉપસ્થિત સૌ પ્રેક્ષકો અને આમંત્રિતો મંત્રમુગ્ધ થયા હતા. અહીં સમર્થ ભારત, સશક્ત ભારતના દર્શન થતા હતા.

આ એર શો પ્રસંગે કૉમબેટ ફ્રી ફોલ, DRDO ના સ્વયં સંચાલિત કોસ્ટલ સર્વેલન્સ વ્હિકલ, સ્લિધરિંગ એકસરસાઈઝ, દુશ્મનની ચોકીઓનો નાશ, સારંગ હેલિકોપ્ટર , પાવર્ડ હેન્ડ ગ્લાઈડર, બેટરી પાવર્ડ સેલ્ફ પ્રોપેલ્ડ લાઇફ બોય, ડૂબતા લોકોને બચાવવાની રીત – કોસ્ટ ગાર્ડ, નેવી ક્લિયરન્સ ડાઇવર્સ , ડાઇવર પ્રોપેલઝન વ્હિકલ વગેરે જેવા અનેક વિવિધ ઓપરેશન અને ઉપકરણોના દિલધડક કરતબો આર્મી, નેવી અને એરફોર્સની વિવિધ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. એર શોને નિહાળવા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ, માર્ગ – મકાન અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, વિવિધ દેશો અને રાજ્યોના ડેલીગેટ્સ તેમજ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉધોગપતિઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here