આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી રહી

0
361

અમદાવાદ/ગુજરાત

આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકોની પહેલી પસંદ બની ગઈ છે અને આમ આદમી પાર્ટી પણ દિવસ રાત મહેનત કરીને પ્રજાના મુદ્દાને ચર્ચાના મુખ્ય મુદ્દા બનાવી રહી છે. ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી એક નવા જ પ્રકારની રાજનીતિની શરૂઆત થઈ છે. આમ આદમી પાર્ટી ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં પણ બાકી બધા કરતા અલગ સાબિત થઈ છે. ચૂંટણીના બે મહિના બાકી છે તો પણ ચૂંટણીની તારીખ જાહેર થાય એની રાહ જોયા વગર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઘોષિત કર્યા છે. કારણકે ઉમેદવારો અને પ્રજા વચ્ચે વધુ સમય સુધી સંવાદ થઈ શકે અને તેઓ વચ્ચે એક સારો સંબંધ સ્થાપિત થાય. આજે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી રહી છે. અને અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના દરેકે દરેક ઉમેદવારો જનતાના મુદ્દાઓને લઈને હંમેશા પોતાનો અવાજ ઉઠાવતા રહેશે. આવા મજબૂત 20 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

1) રાપર વિધાનસભાથી અંબાલાલ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

2) વડગામ વિધાનસભાથી દલપત ભાટિયાને ઉમેદવાર બનાવવામાં આવે છે.

3) મહેસાણા વિધાનસભાથી ભગત પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે.

4) વિજાપુર સીટથી ચિરાગભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

5) ભિલોડા સીટ પરથી રૂપસિંહ ભગોડાને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે.

6) બાયડ વિધાનસભા પરથી ચુનીલાલ પટેલને ઉમેદવાર ઘોષિત કરવામાં આવે છે.

7) પ્રાંતિજ વિધાનસભાથી અલ્પેશ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

8) ઘાટલોડિયા વિધાનસભા પરથી વિજય પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

9) જુનાગઢ વિધાનસભા પરથી ચેતન ગજેરાને ઉમેદવાર બનાવવામાં આવે છે.

10) વિસાવદર વિધાનસભાથી ભુપત ભયાણીને ઉમેદવાર બનાવવામાં આવે છે.

11) બોરસદ વિધાનસભા પરથી મનીષ પટેલને ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવે છે.

12) અંકલાવ વિધાનસભાથી ગજેન્દ્રસિંહને ઉમેદવાર બનાવવામાં આવે છે.

13) ઉમરેઠ વિધાનસભાથી અમરીશભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

14) કપડવંજ વિધાનસભાથી મનુભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે.

15) સંતરામપુર વિધાનસભાથી પર્વત વાઘોડિયા ફૌજીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવે છે.

16) દાહોદ વિધાનસભા પરથી પ્રો.દિનેશ મુનિયાને ઉમેદવાર બનાવવામાં આવે છે.

17) માંજલપુર વિધાનસભાથી વિરલ પંચાલને ઉમેદવાર બનાવવામાં આવે છે.

18) સુરત ઉત્તર વિધાનસભા સીટ પરથી મહેન્દ્ર નાવડીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

19) ડાંગ વિધાનસભાથી એડવોકેટ સુનીલ ગામીતને ઉમેદવાર બનાવવામાં આવે છે.

20) વલસાડ વિધાનસભાથી રાજુ મરચાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

આ તમામ ઉમેદવારોને આમ આદમી પાર્ટી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના અત્યાર સુધી જાહેર થયેલા તમામ ઉમેદવારો પ્રજાની આશા પર ખરા ઉતરશે અને ભાજપને સત્તામાંથી બહાર કરીને જનતાનું શાસન સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here