ગુજરાત અર્ધ લશ્કર પોતાના માન સન્માન સુવિધા માટે ૧૮૨ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ ઊભા કરશું : દિપેશ પટેલ

0
2266

દેશ ની સરહદ ની સુરક્ષામાં ખૂબ યોગદાન આપવા છતાં આજે અર્ધ લશ્કર ને સૈનિક ગણવામાં આવતો નથી દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અર્ધ લશ્કર ના જવાન ને શહીદ પણ ગણવામાં આવતો નથી.

Ad….

રેલી ના કાર્યક્રમ ધરણાં પ્રદર્શન ના કાર્યક્રમ અને મુખ્યમંત્રી ગૃહમંત્રી ને અવારનવાર રૂબરૂ મળીને અવગત કરાવ્યા છતાં ગુજરાત સરકાર તરફથી જવાનો ની સમસ્યા નું નિરાકરણ કરવામાં નથી

ગુજરાત અર્ધ લશ્કર સંગઠન આશરે બે વર્ષથી પોતાની માંગ ને લઈ સરકાર સમક્ષ ખુબ રજૂઆત કરી , રેલી ના કાર્યક્રમ ધરણાં પ્રદર્શન ના કાર્યક્રમ અને મુખ્યમંત્રી ગૃહમંત્રી ને અવારનવાર રૂબરૂ મળીને અવગત કરાવ્યા છતાં ગુજરાત સરકાર તરફથી જવાનો ની સમસ્યા નું નિરાકરણ કરવામાં નથી આવી જેથી હવે મજબૂરી મા ગુજરાત અર્ધ લશ્કર ના પરિવાર આ સરકાર નો આ ચુંટણી મા સખત વિરોધ કરશે અને પોતાના માન સન્માન સુવિધા માટે ૧૮૨ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ ઊભા કરશું .

દેશ ની સરહદ ની સુરક્ષામાં ખૂબ યોગદાન આપવા છતાં આજે અર્ધ લશ્કર ને સૈનિક ગણવામાં આવતો નથી દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અર્ધ લશ્કર ના જવાન ને શહીદ પણ ગણવામાં આવતો નથી . આવા વિવિધ મુદ્દાઓ માટે અર્ધ લશ્કર ને સેના આર્મી ની જેમ સુવિધા સન્માન હક નથી મળી રહ્યા એક દેશ ના બંને જવાનો વચ્ચે ભારત પાકિસ્તાન જેવો ભેદભાવ છે આ ભેદભાવ દૂર કરવાની અમારી માંગ ના સંતોષાતા અમારે હવે મેદાન મા ઉતારવાની ફરજ પડી અમે દેશ ના જવાન છીએ અને અમારે પોતાનું આત્મસન્માન છે માટે પોતાના હક સન્માન અને સુવિધા માટે જે પણ કરવું પડે કરશું આખરી સાંસ સુધી લડતા રહેશું અને જ્યાં સુધી અમારી માંગ નો સ્વીકાર કરવામાં નહિ આવે ત્યાં સુધી અમે અનુશાસન શિસ્ત મા રહી પ્રયત્નો કરતા રહીશું .

જય હિન્દ જય ભારત

દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન 7698800349

@d…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here