INS વાલસુરા ખાતે નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે બિટિંગ ધ રીટ્રિટ કાર્યક્રમ યોજાયો

0
180

જીએનએ અમદાવાદ: નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે 04 ડિસેમ્બર 2021ના રોજ INS વાલસુરા ખાતે બિટિંગ ધ રીટ્રિટ અને સૂર્યાસ્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘બિટિંગ ધ રીટ્રિટ’ સદીઓ જૂની પરંપરા છે

જે, સૂર્યાસ્તના સમયે જ્યારે સૈનિકો યુદ્ધવિરામ કરે છે, તેમના શસ્ત્રો મ્યાન કરે છે અને યુદ્ધભૂમિમાંથી પરત ફરે છે જ્યારે એક પ્રકારે મિજબાનીના અર્થમાં અનુસરવામાં આવે છે. સંધ્યા કાર્યક્રમોમાં નેવલ બેન્ડ દ્વારા આત્માને સ્પર્શી જાય તેવા પરફોર્મન્સ ઉપરાંત, ઇવેન્ટના ભાગરૂપે કન્ટિન્યુટી ડ્રીલ, PT અને મશાલ પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. નૌસેના છાવણીમાં પરત ફરી તે પહેલાં નેવલ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી કોલોનલ બોગી, વંદે માતરમ્, જય ભારતી, સારે જહાં સે અચ્છા વગેરે કર્ણપ્રિય ધૂનથી પ્રેક્ષકો મોહિત થઇ ગયા હતા.

યુનિટના અધિકારી અને નાવિક તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી અદભૂત કન્ટિન્યુટી ડ્રીલ અને શારીરિક તાલીમના એક્રોબેટ્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જામનગરના કેટલાક અગ્રણી મહાનુભાવો અને ભારતીય નૌસેના, ભારતીય ભૂમિસેના અને ભારતીય વાયુસેનાના ગણવેશધારી કર્મીઓ આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here