વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ: ભારતમાં આજે સાંજે 4 વાગે સૂર્યગ્રહણ જોવા મળશે

0
471

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ:25 ઓક્ટોબરે ભારતમાં સાંજે 4 વાગે સૂર્યગ્રહણ જોવા મળશે, આખો દિવસ સૂતક પાળવાનું રહેશે

ભારતમાં લેહ, લદાખ, જમ્મુ, શ્રીનગર, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આ ગ્રહણ જોવા મળશે, જેમાં શ્રીનગર, જમ્મુ, જલંધર, અમૃતસર, ચંદીગઢ, દેહરાદૂન, હરિદ્વાર અને શિમલામાં સૌથી સ્પષ્ટ જોવા મળશે.

આ પહેલાં 30 એપ્રિલના રોજ સૂર્યગ્રહણ થયું હતું, પરંતુ એ દેશમાં દેખાયું નહોતું. ખગોળ વિજ્ઞાન પ્રમાણે, ભારતમાં હવે મોટું સૂર્યગ્રહણ 21 મે 2031ના રોજ દેખાશે, જે વલયાકાર ગ્રહણ રહેશે. એનાં ત્રણ વર્ષ પછી 20 માર્ચ, 2034ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે.

Ad…

બિડલા તારામંડળ, કોલકાતાના ખગોળ વૈજ્ઞાનિક દેવી પ્રસાદ દુઆરીના જણાવ્યા પ્રમાણે, આ ગ્રહણ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં સૌથી સારું જોવા મળશે. ત્યાં જ દેશના પૂર્વ ભાગમાં ગ્રહણ જોવા મળશે નહીં, કેમ કે એ જગ્યાએ સૂર્યાસ્ત થઈ ગયો હશે. આ સિવાય યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના થોડા ભાગમાં પણ આ ગ્રહણ જોવા મળશે.

Ad..

શ્રીનગર, જમ્મુ અને જલંધરમાં સૌથી સારું જોવા મળશે
આ ગ્રહણ સાંજે 4.30 વાગ્યે પોતાના મધ્ય ચરણમાં રહેશે. આ સમયે દેશમાં ગ્રહણ જોવા મળી શકે છે. ભારતમાં લેહ, લદાખ, જમ્મુ, શ્રીનગર, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આ ગ્રહણ જોવા મળશે, જેમાં શ્રીનગર, જમ્મુ, જલંધર, અમૃતસર, ચંદીગઢ, દેહરાદૂન, હરિદ્વાર અને શિમલામાં સૌથી સ્પષ્ટ જોવા મળશે.

તામિલનાડુ, કર્ણાટક, મુંબઈ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ અને બિહારમાં થોડા જ સમય માટે પણ અસ્પષ્ટ દેખાશે. ત્યાં જ આસામ, અરુણાચલ, મણિપુર, નાગાલેન્ડમાં આ ગ્રહણ દેખાશે નહીં.

ad..

સૂર્યનો અડધો ભાગ ઢંકાઈ જશે અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક લાઇનમાં આવી જાય છે, જેને સૂર્યગ્રહણ કહેવાય છે. 25 ઓક્ટોબરે પણ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ સીધી રેખામાં રહેશે. ચંદ્ર આંશિક રીતે થોડા સમય માટે સૂર્યને ઢાંકતો જોવા મળશે, જેથી આ આંશિક સૂર્યગ્રહણ કહેવાશે. આ ગ્રહણ દરમિયાન ભારતમાં સૂર્યનો 55% ભાગ ચંદ્રથી ઢંકાયેલો રહેશે. નવી દિલ્હીમાં આ ગ્રહણ સાંજે લગભગ 04:29 કલાકે શરૂ થઈને સૂર્યાસ્ત સાથે 18:09 કલાકે પૂર્ણ થઈ જશે.

આખો દિવસ સૂતક રહેશે, પૂજા-પાઠ થઈ શકશે નહીં
આ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધર્મની દૃષ્ટિએ આ સૂર્યગ્રહણ ખાસ રહેશે, કેમ કે આ ગ્રહણ દિવાળીના બીજા દિવસે રહેશે. ભારતમાં સાંજે 4 વાગ્યાથી ગ્રહણ શરૂ થવાને કારણે એનું સૂતક 12 કલાક પહેલાં એટલે સવારે 4 વાગે જ શરૂ થઈ જશે, એટલે ગોવર્ધન પૂજા 25ની જગ્યાએ 26 ઓક્ટોબરે થશે

ભારતમાં સૂર્યગ્રહણનો પ્રભાવ રહેશે?
25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ ભલે ભારતમાં આંશિક રીતે દેખાય, પરંતુ એની અસર વાતાવરણ અને સામાન્ય લોકો પર પણ પડશે, એટલે સૂતકકાળ અને ગ્રહણ સમયે સાવધાની રાખવી પડશે. સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન મંદિર અને ઘરના પૂજાસ્થળ બંધ રાખવાં. મૂર્તિઓને સ્પર્શ કરવો નહીં. ખાનપાન થોડા સમય માટે ટાળવું.

વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોએ ગ્રહણના ત્રણ કલાક પહેલાં ભોજન કરી લેવું. ગ્રહણ સમયગાળામાં મંત્રજાપ, ધ્યાન અને કીર્તન કરો. આ સમયે દાન આપવું જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા પછી પૂજાસ્થળે અને પૂજાઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધીકરણ કરવું. નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે.

ગ્રહણ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

આ સમયે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. આવી સ્થિતિમાં, જો તમે આ સૂર્યગ્રહણ ઘરે જોવા માંગો છો, તો તમે તેને timeanddate.com પર જોઈ શકો છો. તમે તેને ‘રોયલ ઓબ્ઝર્વેટરી ગ્રીનવિચ’ નામની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. ધ્યાન રાખો કે ગ્રહણને નરી આંખે ન જુઓ. આ સમયે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ખાસ કાળજી લેવી જોઈએ.

  • ભારતમાં સૂર્યગ્રહણ ક્યાં અને કયા સમયે દેખાશે?
  • નવી દિલ્હી- 04:28 PM થી 05:42 PM
  • કોલકાતા – 04:51 PM થી 05:04 PM
  • મુંબઈ – 04:49 PM થી 06:09 PM
  • ચેન્નાઈ – 05:13 PM થી 05:45 PM
  • પટના – 04:42 PM થી 05:14 PM
  • જયપુર – 04:31 PM થી 05:50 PM
  • લખનૌ- 04:36 PM થી 05:29 PM
  • હૈદરાબાદ- 04:58 PM થી 05:48 PM
  • બેંગ્લોર – 05:12 PM થી 05:56 PM
  • અમદાવાદ – 04:38 PM થી 06:06 PM

  • પુણે – 04:51 PM થી 06:06 PM
  • ભોપાલ – 04:42 PM થી 05:47 PM
  • ચંદીગઢ – 04:23 PM થી 05:41 PM
  • મથુરા – 04:31 PM થી 05:41 PM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here