આદિવાસી સાહિત્ય સર્જકોનો મિલન કાર્યક્રમ યોજાશે.

0
504

કપરાડા આદિવાસી સાહિત્યમંચ દ્વારા આદિવાસી સાહિત્ય સર્જકોનો મિલન કાર્યક્રમ યોજાશે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નવોદિત અને સાહિત્ય રસિકો માટે કપરાડા આદિવાસી સાહિત્યમંચ દ્વારા ડાહ્યાભાઈ વાઢુ(સાહિત્ય સંશોધન અને સંપાદક) ડૉ. અરવિંદભાઈ પટેલ (સાહિત્ય સંપાદક અને સંશોધક) તેમજ અરવિંદભાઈ પટેલ (સાહિત્ય સંશોધક-સંપાદક) ના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 30મી નવેમ્બર22 રવિવારના રોજ સવારે 9:30 કલાકે એન. આર. રાઉત હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌને ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પાઠવેલ છે.
આદિવાસી સમાજમાં અખૂટ સાહિત્ય રહેલ છે, જેમકે સંસ્કૃતિ, સંસ્કાર, રીતિરીવાજ,પહેરવેશ, ખાનપાન, લોકકથા, લોકવાર્તા, લોકગીતો, વરતહેવાર, લોકબોલી જેવી અનેક વિવિધતાસભર સાહિત્ય સમાયેલ છે. જેને ઉજાગર કરવાના હેતુસભર આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

Ad…

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બે સેશનમાં સંબોધન કરશે. પ્રથમ સેશનમાં ડૉ. જ્યંતિલાલ બારીશ, ડૉ. દિપેશ કામડી, ડૉ. ઉર્વશી ગામીત, રાજેશ પટેલ, લાલુ વસાવા અને મહેન્દ્ર પટેલ અને બીજા સેશનમાં ડૉ. વિક્રમ ચૌધરી, ડૉ. કનુ વસાવા, ડૉ. જીતેન્દ્ર વસાવા અને ડો. રોશન ચૌધરી સંબોધન કરશે.આ કાર્યક્રમના આયોજક જસવંતભાઈ ભીંસરા(સાહિત્ય રસિક), રાજેશભાઇ પટેલ (કવિ),બાબુભાઇ ચૌધરી(દમણગંગા ટાઇમ્સના કોલમિસ્ટર “સંવેદન”,મનોજભાઈ જાદવ(સાહિત્ય રસિક),ડૉ. જગદીશ ખાંડરા (આદિવાસી લોક સાહિત્યના સંશોધક અને સંપાદક) જેમના દ્વારા સમસ્ત સાહિત્ય રસિકોને હાજર રહેવા આમંત્રણ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here