પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

0
341

  • પ્રધાનમંત્રી કેવડિયામાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે
  • 31 ઓક્ટોબરે સવારે રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડમાં ભાગ લેશે
  • કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા પહોંચશે
  • વડોદરાથી અમદાવાદ એરપોર્ટ પર આવશે
  • અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા બનાસકાંઠા જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • સાંજે બનાસકાંઠામાં વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત કરશે
  • બનાસકાંઠાથી ફરી અમદાવાદ આવશે પ્રધાનમંત્રી મોદી
  • 31 ઓક્ટોમ્બર ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે
  • 1 નવેમ્બરે પંચમહાલ ના જાંબુઘોડામાં વિકાસકાર્યોનુ ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે
  • પંચમહાલના જાંબુઘોડાથી ગાંધીનગર જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • 1 લી નવેમ્બર ના રોજ બપોરે મહાત્મા મંદિર ખાતે દિવાળી મિલન કાર્યક્રમમાં લેશે ભાગ પીએમ મોદ
  • 182 વિધાનસભા બેઠકના ભાજપ કાર્યકરોને સંબોધશે.
  • કાર્યક્રમ બાદ PM મોદી દિલ્હી જવા રવાના થશે

AD..

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપ પણ કોઈપણ કચાશ ના રહી જાય તે પણ ધ્યાનમાં રાખીને તડામાર તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રના નેતાઓની ફોજ પણ ઉતારી દીધી છે, આ વચ્ચે પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આગામી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાત લેવાના છે.
તેઓ 30 તારીખે બપોરે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર પહોંચશે પછી તેઓ હવાઈ માર્ગે કેવડીયા જવાના છે. ત્યા તેઓ બે અલગ અલગ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ નર્મદા આરતીમાં પણ સાંજે હાજરી આપશે.

Ad.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે
પીએમ મોદી કેવડિયામાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, બીજા દિવસે સવારે રાષ્ટ્રીય એક્તા દિવસની પરેડમાં પણ હાજરી આપશે, ત્યારબાદ તેઓ કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા પહોંચશે, વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોચશે ત્યાં વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત કરશે.

AD..

મિશન ગુજરાત અંતર્ગત પીએમ મોદી 182 વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે વર્ષ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ કાંટાની ટક્કર આપવા માટે મેદાને ઉતરવાની છે. તો ઉલ્લેખનીય છે કે ભાજપે પણ તમામ પ્રકારની કમર કસી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here