મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુઃખદ ઘટના ઘટી છે

0
254

https://youtu.be/pRpdHfAFMx0

અમદાવાદ/મોરબી/ગુજરાત

https://youtu.be/pRpdHfAFMx0


બેસતા વર્ષના દિવસે જ મોરબીનો ઝુલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સૌને આશા હતી કે લોકો  ઝુલતા પુલ ઉપર ફરશે અને આનંદ માણશે, પરંતુ દુર્ભાગ્યવશ આજે  મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુઃખદ ઘટના ઘટી છે અને ઈજાગ્રસ્ત થવા સાથે ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે.

મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત થનાર લોકોની સંખ્યાનો આંકડો ખુબ જ મોટો છે. તે ઘટના પ્રત્યે અને આ ઘટનામાં પોતાના પરિવારજનોને  ગુમાવી દેનાર પરિવારને આમ આદમી પાર્ટીની અત્યંત સહાનુભૂતિ છે. મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટના વિશે જાણ થતા આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના બીજા ઘણા નેતા અને કાર્યકર્તાઓ સાથે ખબર લેવા અને પીડીતોને મદદરૂપ થવા ત્યાં પહોંચી ગયા.

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ઇજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરીને જ્યાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા. તેમની સાથે વાત કરીને તેમને હિંમત આપી. તેઓએ દરેક પીડીતને સહાનુભૂતિ આપી છે તેઓ તેમની વેદના સમજે છે અને તેમના દુઃખમાં સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટી તેમની સાથે છે. જેટલી પણ જરૂર પડશે તેટલી મદદ કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે.

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ઘટના સ્થળ પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી આજે આ ઘટના પર કોઈ પણ રાજનીતિ નહીં કરે. જે પણ કરવાનું હશે, કહેવાનું હશે એના વિશે અમે પછી વાત કરીશું, પણ આજે સંપૂર્ણપણે અમે લોકોને મદદ કરવા આવ્યા છીએ. આજે અમારો એક જ ઉદ્દેશ છે કે લોકોના જીવ બચવા જોઈએ. આપણે અત્યારે પીડિત લોકોના જીવ બચાવીએ અને તેમને સાંત્વના પાઠવીએ એ જ અમારો ઉદેશ્ય છે રાજનીતિ તો પછી થયા કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ઘટના સ્થળ પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે સૌએ ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન સૌને સલામત રાખે. આવા સમયે એક માણસ બનીને માનવતાનું કામ કરવાનો સમય છે. કોઈપણ પ્રકારની ટીકા ટિપ્પણીનો આ સમય નથી. એટલે હું અને ઈસુદાનભાઈ સેવા કાર્યમાં સહયોગી બનવા આવ્યા છીએ. તન, મન, ધનથી અમારાથી જે કંઈ પણ મદદ થશે તે અમે મનથી કરીશું. આ સેવા કાર્ય પૂરું થાય અને જીવ બચાવવાનું જે કાર્ય છે તે પૂરું થાય ત્યારબાદ આગળ આ ઘટના ઉપર જે અમારી પ્રતિક્રિયા હશે તે રજૂ કરીશું.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here