દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ ઉદવાડા દ્રારા તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ આજ રોજ તા.૫/૧૧/૨૦૨૨ ના રોજ ઉદવાડા સમાજની વાડી ખાતે રાખવામા આવ્યો હતો જેમા પારડી તાલુકા,ઉમરગામ તાલુકાના વિવિધ ગામોમા થી કોળી પટેલ સાજના આગેવાનો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજ રહ્યા હતા જેમા એન્જિનિયર, ડૉક્ટર, પ્રોફેસર, ગ્રેજ્યુએટ, ઉપરાંત શિક્ષણમા અગ્રેસર રહેલા વિધ્યાર્થી ઓનુ સમાજ દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત ના શાસક પક્ષના નેતા શૈલેષભાઇ રઘુભાઈ પટેલ કે જેઓ નાની વહીયાળ હાઈસ્કૂલમાં આચાર્ય હોય તથા તેમના ધર્મપત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોય આવા શિક્ષણજગત થી જોડાયેલ શૈલેષભાઈ પટેલની દિકરી જાનવીએ ધોરણ ૧૦ મા ૯૪℅ સાથે જીલ્લામા પ્રથમ રહેતા બન્ને પિતા પુત્રી નુ સમાજદ્રારા કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે હાજર રહેલા વાપી સલવાવ સ્કુલ ના ડાયરેકટર પુજ્ય કપિલ સ્વામી ના હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા.