ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે : આદિવાસી પટ્ટામાં ભાજપની અગ્નિપરીક્ષા ઉમેદવારોની જાહેરાત વિના જ ચૂંટણી પ્રચારની જાહેર સભા

0
610

આદિવાસી પટ્ટામાં ભાજપની અગ્નિપરીક્ષા ઉમેદવારોની જાહેરાત વિના જ ચૂંટણીપ્રચારની જાહેર સભા આજે કપરાડાથી મોદી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે પાર-નર્મદા રિવરલિંકનું આદિવાસી પટ્ટામાં મોટુ આંદોલન થતાં આ પ્રોજેક્ટને રદ્દ કરવાની ફરજ પડી હતી

  • ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી પહેલી વખત કપરાડા ખાતે આવી રહ્યાં છે.
  • હવે ખુદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધી આદિવાસી મતદારોને રીઝવવા પ્રયાસ કરશે. વલસાડની પાંચ બેઠકના ઉમેદવારોની હજી ભાજપે જાહેરાત પણ કરી નથી

વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટા પર કેન્દ્ર સરકારના રિવરલિંક પ્રોજેકટ
રદ કરવા મોટુ આંદોલન ચાલ્યું હતું.જિલ્લાના કપરાડાના નાનાપોંઢાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે
ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.ગુજરાત વિધાનસભાની 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે કપરાડાના નાનાપોંઢા ખાતે જાહેરસભાને સંબોધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કપરાડા, ધરમપુર,વાંસદા ડાંગ, તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં થોડા સમય પહેલા તાપી-પાર-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના
વિરોધમાં મોટુ આંદોલન ચાલ્યુ હતું. જેના કારણે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત ક૨વાની જાહેરાત
કરી હતી. જેથી આદિવાસી પટ્ટા પર વડાપ્રધાનની જાહેરસભા પર સૌની નજર છે. હવે ખુદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધી આદિવાસી મતદારોને રીઝવવા પ્રયાસ કરશે.વલસાડની પાંચ બેઠકના ઉમેદવારોની હજી ભાજપે જાહેરાત પણ કરી નથી એ પૂર્વે જ વડાપ્રધાન મોદી નાનાપોંઢામાં આવતા અને તર્ક વિર્તકો સંભળાતા જોવા મળી રહ્યા છે.ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી પહેલી વખત કપરાડા ખાતે આવી રહ્યાં છે. પી.એમ. બન્યા બાદ કપરાડા તાલુકામાં પ્રથમ વખત જાહે૨ સભાને સંબોધન ક૨શે. વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2012માં જંગલ મંડળીના મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. સીએમ ન હતા તે પૂર્વે કપરાડા અને ધરમપુર તાલુકામાં પ્રવાસ કરતાં હતાં.અનેક લોકો સાથે આજે પણ પરિચયમાં તેઓ છે.વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકમાં 2017માં
ભાજપને પારડી,ઉમરગામ,ધરમપુર અને વલસાડ બેઠક પર સફળતા મળી હતી. જયારે કોંગ્રેસને કપરાડા બેઠક પર વિજય થયો હતો, પરંતુ ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ રાજીનામુ આપતાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે જીતુભાઇ
ચૌધરીને ટિકિટ આપતાં તેઓ વિજેતા બન્યા હતાં.5 SP, 13 Dysp સહિત હજારો કર્મી તેનાત
નાનાપોંઢા ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધા છે. જેમાં 5 એસપી,13 ડીવાયએસપી, 26 પીઆઇ, 130 પીએસઆઇ તેમજ 1000થી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા એજન્સીઓ તેનાત કરી દેવાયા છે. આ ઉપરાંત વડાપ્રધાનની એસપીજી ટીમ પણ અગાઉથી જ નાનાપોંઢામાં સર્વેની કામગીરી કરી હતી. આમ
હાલ નાનાપોંઢા પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here