વલસાડમાં કહ્યું- ‘A’ ફોર આદિવાસીથી જ મારી શરૂઆત થાય છે’, નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.વલસાડના નાનાપોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામને વિશ્વાસ છે. આદિવાસીઓ માટે મોદીએ ઘણાં કામો કર્યાં છે.કપરાડામાં શિક્ષણ માટે 4 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવી છે.આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી વડાપ્રધાન ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. હજારોની જનમેદની ઊમટી પડી હતી.મારે જ મારા રેકોર્ડ તોડવા છે નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ ગુજરાતની જનતાને જોઈએ છે માત્ર વિકાસ ને વિકાસ ગુજરાતથી નફરત કરનારા લોકોને ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે આરોગ્યની ચિંતા ડબલ એન્જિનની સરકાર સતત કરી રહી છે.5 લાખ સુધીનો આરોગ્ય ખર્ચ આવે તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી આ તમારો દીકરો દિલ્હીમાં બેઠો છે ગુજરાતમાં માછીમારો માટે વ્યવસ્થા ઊભી કરી ગુજરાતના દરિયા કિનારે દુનિયાભર માંથી સામાન પહોંચે છે.એક સમયે હેંડપંપ બનાવે તોય ઢોલ વગાડતા હતા અને અમે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હું દિલ્હી ચીકુ લઈને જાવ તો ત્યાં બધા કહે કે આવડાં મોટાં ચીકું ત્યારે હું કહ્યું કે આ તો અમારા વલસાડનાં છે.મારા માટે A ફોર આદિવાસી, મારી ABCD જ શરૂ થાય A FOR આદિવાસીઃ મોદી
- એક સમયે સાંજે જમવાના ટાઈમે પણ વીજળી આવતી ન હતી તેના બદલે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે
- ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું
- પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નીકળે છે કે, આ ગુજરાત પ્રત્યેક ગુજરાતીએ બનાવ્યું છે
- દિલ્હી જઈને પણ તમારી પાસેથી જે શીખ્યો છું સમજ્યો છું તે દેશ માટે ઉપયોગ થાય તેમ કામ કરી રહ્યો છુંઃ મોદી
- આ વિસ્તાર મારા માટે નવો નથી, અમે અહિં સાઈકલ લઈને ફરતા હતાઃ મોદી
- આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છેઃ મોદી
- ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ અવિરત ચાલી રહ્યો છેઃ મોદી
- લોકતંત્રના ઉત્સવના આજે મંડાણ થઈ રહ્યા છેઃ મોદી
- ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે.મોદી
- આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છેઃ મોદી