વલસાડ : 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 5 તમામ બેઠકો પર એના એજ જુના નેતાઓને ફરી ટીકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

0
269

તમામ બેઠકમાં ધારાસભ્યના ઉમેદવારો રિપીટ થયા
વલસાડ જિલ્લામાં ભાજપે 178 ધરમપુરમાં અરવિંદ છોટુભાઈ પટેલ, 179 વલસાડમાં ભરતભાઇ કિકુંભાઈ પટેલ, 180 પારડીમાં કનુભાઈ મોહનભાઇ દેસાઈ, 181 કપરાડામાં જીતુભાઇ ચૌધરી અને 182 ઉમરગામ વિધાનસભા બેઠક માટે રમણલાલ નાનુંભાઈ પાટકરને ટીકીટ આપી છે. આ તમામ બેઠકમાં ધારાસભ્યના ઉમેદવારો રિપીટ થયા છે.
2017માં કોણે કેટલી લીડ મેળવી……
વલસાડ જિલ્લામાં રિપીટ થયેલ તમામ ધારાસભ્યની અગાઉની ચૂંટણીમાં મળેલા મતની વાત કરીએ તો, 2017માં ધરમપુર બેઠક પર અરવિંદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 22246 મતની લીડથી વિજયી બન્યા હતાં. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત પટેલ 43092ની લીડથી વિજયી બનેલા, પારડી બેઠક પર ભાજપના કનું દેસાઈ 52,086 મતની લીડથી વિજયી બનેલા, કપરાડા બેઠક પર તે વખતે જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને માત્ર 170 મતની લીડથી વિજયી બન્યા હતાં. જીતુ ભાઈ ચૌધરીએ તે બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈને જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવાર ને હરાવ્યો હતો. ઉમરગામ બેઠક પર ભાજપના રમણલાલ પાટકર 41,690 મતની લીડથી વિજયી બન્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here