વલસાડ : કપરાડા 181ના ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરીયું.
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ લગભગ તમામ રાજકીય પાર્ટીના મૂરતિયાઓ પણ જાહેર થઈ ગયા છે. ત્યારે હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીએ કપરાડા સ્થિત ભાજપ કાર્યાલયમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી સભા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કપરાડા 181 ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી જીતુભાઇ ચૌધરીનું ભવ્ય સ્વાગત આદિવાસી વાજિંત્ર સાથે ફોર્મ ભરવા માટે ભાજપ કાર્યાલયથી નીકળ્યા હતા. વિજય મુહૂર્ત પર તેઓ ફોર્મ ભરીયું છે.
જીતુભાઇ ચૌધરી પોતાના મત વિસ્તારમાં દબંગ નેતા તરીકે જાણીતા છે. કપરાડા ભાજપ કાર્યાલય પર માજી ધારાસભ્ય માધુભાઈ રાઉત,ગુલાબભાઈ રાઉત,મુકેશભાઈ પટેલ કપરાડા પારડી વાપી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા અને પંચાયતના સદસ્યો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.