કપરાડા કોંગ્રેસ માંથી વસંત પટેલને ટિકિટ અપાઈ છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જેવી સ્થિતિ છે.

0
259

કપરાડા 181 વિધાનસભા વિસ્તારની બેઠક માટે કોંગ્રેસ પાર્ટી વસંત પટેલને પસંદગી કરવામાં આવી છે, અને તેઓને ટિકિટ ફાળવવામાં આવી હોવાથી આજે વિશાળ સંખ્યામાં કોંગી કાર્યકરોની હાજરીમાં રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું છે.

વસંત પટેલ દ્વારા સુખાલા નિવાસ સ્થાને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.કપરાડા માં સભા યોજી કપરાડા મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતુ. કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ પટેલ, માધુભાઈ સરનાયક, બાબનભાઈ, જે. કે. પટેલ,મેહુલભાઈ વશી, કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here