જામનગર બીજેપીના વિધાનસભાના ઉમેદવારોએ ધર્મગુરુના આશિષ મેળવ્યા….

0
174

જીએનએ જામનગર: ગુજરાત વિધાનસભાની જામનગરની બન્ને સીટ પર ઉમેદવારો જાહેર થઈ ગયા છે. ૭૮ જામનગર માટે શ્રીમતી રિવાબા જાડેજા અને ૭૯ જામનગર માટે શ્રી દિવ્યેશ ભાઈ અકબરી ની પસંદગી થઈ છે. આજે બન્ને ઉમેદવારોએ ધાર્મિક સંસ્થાઓના મહંતો અને ગાદીપતિ ના આશિવૉદ મેળવ્યા અને ચૂંટણી માટે પ્રચારની શરુઆત કરી.

બન્ને ઉમેદવારોએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી સ્વામી શ્રી ધર્મનીધી સ્વામીજી, સ્વામી ચતુર્ભુજદાસ જી, ૫ – નવતરપૂરીધામ ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજના સહાધ્યાયી મહારાજ શ્રી લક્ષ્મણદાસજી, મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદય, આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

આ તકે જામનગર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, ૭૮ વિધાનસભાના ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, ૭૯ વિધાનસભાના ઇન્ચાર્જ મનીષભાઈ કટારીયા, ચંદ્રવદન ત્રિવેદી, કેતનભાઈ જોશી, સાથે રહ્યા હતા. ભાજપ મીડિયા સેલના સહકન્વિનીયર દિપા સોનીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here