વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના બારપૂડા – સુથારપાડા ગામે 15મી નવેમ્બર 2022ના રોજ 11 થી 3 વાગ્યો જય આદિવાસી મહાસંઘ દ્વારા શિવ ગુફા હૉલમાં 147 મીબિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે.
બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીર ભારતીય સંસદના સંગ્રહાલયમાં મૂકવામાં આવી છે. આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે.
બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે 147મી જન્મજયંતિ છે. મુંડા જાતિના લોકગીતોમાં અમર બિરસાને આજે ભગવાન ધરતી અબ્બા (Dharti Abba) જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજના દિવસે 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. રાષ્ટ્રીય આંદોલન પર તેમના પ્રભાવને જોતાં 2000માં તેમની જયંતિ પર ઝારખંડ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.
બિરસાએ મોટાભાગનું બાળપણ પોતાના માતા-પિતા સાથે એક ગામથી બીજા ગામ જવામાં વિતાવ્યું હતું. તેઓ છોટાનાગપુર પઠાર ક્ષેત્રમાં મુંડા જનજાતિના હતા. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ સલગામાં શિક્ષક જયપાલ નાગના માર્ગદર્શનમાં મેળવ્યું. જયપાલ નાગની ભલામણથી બિરસાએ જર્મન મિશન સ્કૂલમાં સામેલ થવા માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. જોકે, તેમણે કેટલાક વર્ષો બાદ સ્કૂલ છોડી દીધી.
બ્રિટિશ સંસ્થાનવાદી શાસક અને આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાના મિશનરીઓના પ્રયાસો વિશે જાગૃતિ મેળવ્યા બાદ બિરસાએ ‘બિરસૈત’ની આસ્થા શરૂ કરી. ટૂંક સમયમાં જ મુંડા અને ઉરાંવ સમુદાયના સભ્યો બિરસૈત સંપ્રદાયમાં જોડાવા લાગ્યા અને બ્રિટિશ ધર્માંતરણ પ્રવૃત્તિઓ માટે આ એક પડકાર બની ગયો.
ઉલ્લેખનીય છેકે 2021 માં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાએ સ્વંત્રતાની લડાઈમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત સરકારે તેમના યોગદાનને મહત્વ આપીને બિરસા મુંડાની 15 નવેમ્બરે જન્મ જયંતિને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવણી કરી હતી. કેન્દ્રિય કેબિનેટેમાં “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવણી કરી 15 થી 22 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી જેમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.