મોરબીમાં પ૧ કન્યાઓનો સમુહ લગ્નોત્સવ ભવ્ય આયોજન

0
160

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી. પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી શહેરમાં અનેક વિવિધ સેવા કાર્યો કરતી પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧ર વર્ષથી ગંગાસ્વરૂપ બહેનોને દર મહિને અનાજ, કપડાઓ, દવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નના આયોજન પણ કરાય છે.

આ વર્ષે પણ ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે મોરબી ખાતે આયોજીત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ તારીખ ૧૭/૦ર/ર૦ર૨ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવે, છે. આ લગ્નોત્સવ માં વિધવા, વિધુર કે કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોની પ્રથમ પસંદગી કરવામાં આવશે ત્યારે બાદ વંચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવા પરિવારની દીકરીનો સમાવેશ કરવામાં આવશે.

આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ માં જોડાવવા ઇચ્છતા હોય તેવા પરિવારજનો જેમની દીકરીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ર૧ વર્ષ પૂર્ણ થયેલ હોય તેના ર(બે) ફોટા, ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર સાથે વાત્સલ્ય ટ્રસ્ટ ઓફીસ, ડૉ. પરેશ પારીઆ, પ્રાગટય કિ્‌લનિક, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, મોબાઈલ નંબર – ૮૭૩ર૯ ૧૮૧૮૩ નો સંપર્ક કરી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધીમાં ફૉર્મ મેળવી લઇ તારીખ ૧૭/૦૧/ર૦રર સુધીમાં જરૂરી તમામ કાગળો સાથે જમા કરાવવાના રહશે…

આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ માં આયોજક તરીકે સેવા કરવા માંગતા યુવાન મિત્રો પણ ડૉ. પરેશ પારીઆનો સંપર્ક કરી શકે છે. તેમજ ગંગા સ્વરૂપ સહાય સમિતિના શ્રી દેવકરણભાઈ આદ્રોજા, શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી અને ટી.સી.ફુલતરીયા સાહેબએ દાતાશ્રીઓને તેમના નંબર પર અથવા ૯૮રપર ર૩૧૯૯ ઉપર સંપર્ક કરવા વિનંતી કરેલ છે.

અમોને આપે, અમૂ૯ય દાન ભારત સરકારના આયકર અધિનીયમ, ૧૯૬૧ની કલમ ૮૦જી(પ) હેઠળ કરમુકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here