જીએનએ અમદાવાદ: શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા શહેરના બાકી રહેતા રેશનકાર્ડ ધારકોના સભ્યોને આધારકાર્ડ લિંક કરાવવા સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા શહેરના બાકી રહેતા રેશનકાર્ડ ધારકોના સભ્યોના આધારકાર્ડ તાકીદે લીંક કરાવી દેવા સુચનાઓ આપી હતી.
અમદાવાદ શહેર મા NFSA રેશનકાર્ડ ધારકો કે જેઓ નિયમિત અનાજ સહિતનો પુરવઠો મેળવે છે તેઓના રેશનકાર્ડમા પરિવારોના બાકી સભ્યો ના આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લીંક કરી શકાય તે માટે તમામ મદદનીશ પુરવઠા નિયામકશ્રીઓએ તમામ ઝોનમા રેશનદુકાનદારોની મિટીગ બોલાવીને બાકી રહેતા સભ્યોના આધારકાર્ડ મેળવી ને તેઓના રેશનકાર્ડ સાથે લીંક કરવાની સુચના આપીને તે અંગેની તાકીદ જે તે રેશનદુકાનદારો ને કરવામાં આવી હતી.
રખિયાલ ઝોનલ કચેરી મા આ અંગે ની એક બેઠક કોવિડના નિયમોના પાલન સાથે અલગ અલગ ગ્રૂપમાં મદદનીશ પુરવઠા નિયામક રાજેશ આર પ્રજાપતિએ બોલાવી હતી જેમાં રેશનદુકાનદારોને તાકીદે રેશનકાર્ડમા બાકી રહેતા સભ્યોના આધારકાર્ડ મેળવી ને તે રેશનકાર્ડ સાથે લીંક કરાવી દેવાની સુચનાઓ આપી હતી