બાળ દિવસ ખુબજ પવિત્ર છે. આ દિવસે બાળકોમાં ખુશી વહેંચવામાં આવે એ મોટામાં મોટું કર્તવ્ય છે : કપિલ સ્વામી

0
296

કપરાડાના મોટાપોઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા બાળકોએ ( ચિલ્ડ્રન ડેની ) બાળ દિવસની અનોખી રીતે ગુજરાત રાષ્ટ્રીય સંરક્ષક અને ઈન્ટર નેશનલ પ્રચારક કપિલ સ્વામીના માર્ગદર્શન સેલ્યુટ ત્રિરંગાની ટીમ ઉદ્યોગપતી અરુણભાઈ ભંડારી , પ્રમુખ રેખાબેન ભંડારી ઇનર વ્હીલ કલબ ઓફ વાપી , રીટા મિસ્ત્રી પ્રમુખ લાયન્સ કલબ ઉદ્યોગનગર વાપી , વિજ્ઞાન સ્વામી દ્વારા બાળ દિવસની ઉજવણી કરવામાં હતી.

ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો અને તેમના શિક્ષણ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

કપિલ સ્વામીએ જણાવ્યું કે બાળ દિવસ ખુબજ પવિત્ર છે. આ દિવસે બાળકોમાં ખુશી વહેંચવામાં આવે એ મોટામાં મોટું કર્તવ્ય છે.” પરશ પર દેવો ભવ ” શહેરના અને આદિવાસી વિસ્તારના બાળકો આજે ભેગા મળીને શિક્ષણ ના સાધનો ઠંડા પીણા આપી શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સારા સંસ્કાર અને શિક્ષણ મળે ભવિષ્યમાં બાળકો શિક્ષણમાં આગળ વધે એવા આશીર્વાદ આપ્યા હતા.

બાળ દિવસ ઉજવણી સાથે ઇનર વ્હીલ કલબ ઓફ વાપી , લાયન્સ કલબ ઉદ્યોગનગર વાપી દ્વારા નોટબુક કંપાસ ચિત્રકામ હરીફાઈ, સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. અંજના જોશી સર્વ રોગના નિષ્ણાત સેવા આપી હતી. જેમાં મોટાપોઢા ગાંધી આશ્રમમાં 200 થી વધુ બાળકોને દાંત અને આંખોની અને ડાયાબિટીસના દર્દીઓને તપાસ કરવામાં આવી હતી. મફતમાં ચશ્માં આપવામાં આવ્યા હતા.આદિવાસી બાલકો માટે છાત્રાલયના મકાન માટે સિમેન્ટ નું યોગદાન આપ્યું હતું.તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમ મોટાપોઢા, સ્વામિનારાયણ સંકુલ સલવાવના શિક્ષક મિત્રો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રસનીય કામગીરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here