વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે પી.એન.સી પબ્લિક સ્કૂલ માંડવા અને જય બજરંગ બલી એકેડમી પાનસના ટ્રસ્ટી હનુમાન મુંડે દ્વારા આયોજિત કાળુભાઈના યાદમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 800 મીટર દોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વલસાડ જિલ્લાની અને દાદરા નગર હવેલીની 20 સ્કૂલોમાંથી 108 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું, જેમાં ભાગ લેનાર બધી જ શાળાના શિક્ષકોએ પણ બાળકોને પ્રેરિત કર્યા અને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો.
જ્યાં ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે માંડવા કલસ્ટરના સી.આર.સી હિતેશભાઈ પાડવી, નાનાપોઢા શાળાના પ્રિન્સિપાલ જાગૃતીબેન, જયેશભાઈ નાયક, સુરેશભાઈ કરચોંડ અને દિનેશભાઈ ગાંવિતે વિદ્યાર્થીઓને ફિટનેસ પ્રત્યે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું, જેમાં વિજેતા થયેલ બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને રોકડ ઇનામ, મેડલ અને ટ્રોફી તથા પ્રમાણ પત્ર આપી સન્માનિત કર્યા હતા.
દોડ સ્પર્ધાના આયોજક હનુમાન મુંડે અને ટ્રસ્ટી કલ્પનાબેન અને પી એન સી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ અનિતા ભુસારા અને ભાવિકા સી પટેલ જેમને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
Ad….