વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

0
248

  • ગુજરાતનો યુવાન રોજગાર માગનારો નહીં પણ રોજગાર આપનારો બની રહ્યો છે
  • સુધી 11 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી.
  • ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવા માટે ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજથી ત્રણ દિવસ સુધી વડાપ્રધાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરશે. વલસાડ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચ, બોટાદ અને નવસારી જિલ્લામાં જનસભાને સંબોધિત કરશે.

દમણ એરપોર્ટથી વાપી સુધી રોડ શો યોજયો
ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે PM મોદી આજે સાંજે દમણ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીંથી વાપી સુધી 11 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાને કારની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.તો લોકોએ પણ મોદી…મોદી…ના નારાઓ લગાવ્યા હતા.

14 દિવસમાં વલસાડમાં PMની બીજી સભા
વડાપ્રધાને છેલ્લા 14 દિવસમાં બીજીવાર વલસાડ જિલ્લામાં સભા સંબોધવા આવ્યા છે. 5 નવેમ્બરે વલસાડના નાનાપોંઢામાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે,મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. આજથી પીએમ મોદી પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.. વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી.વડાપ્રધાને કોઈ પક્ષનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવા માટે ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો.

ગુજરાતને બદનામ કરનારાઓથી ચેતતા રહેજો-PM
વડાપ્રધાને વલસાડમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ટોળકી સક્રિય થઈ છે. જે ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે જેનાથી ચેતતા રહેજો. ગુજરાતની છબિને દુનિયામાં ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતમાં જે આવ્યા તેને ગળે લગાડ્યા છે. પરંતુ, ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેને આપણે કોઈપણ ભોગે સ્વીકારી ન શકીએ. ગુજરાતને બદનામ કરવા વાળા તત્વોને ગુજરાતમાં ક્યારે જગ્યા ન હોય.કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા હતા અત્યારે માત્ર 10 છે’ કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા થતા આજે મોદીની સરકાર આવ્યા પછી માત્ર 10 રૂપિયા જ થાય છે. આ પૈસા તમારા બચ્યા કે નહીં. અત્યારે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો.તેમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો.જો પહેલાની સરકાર હોત તો તમારું મોબાઈલનું બિલ ચારથી પાંચ હજાર રૂપિયા દર મહિને આવતું હોત.
યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો જે પ્રથમવાર મતદાન કરવાના છે તેમને વડાપ્રધાને કહ્યું હતું કે, તમે હવે 18 વર્ષ પૂર્ણ કરી મતનો અધિકાર મેળવ્યો છે તેમ નથી પણ તમે ગુજરાતના નીતિ નિર્ધારક બન્યા છો. મારા નવા જુવાનિયાઓ છે જે પ્રથમવાર મતદાન કરવાના છે તેમને મારે કહેવું છે કે, તમે એવી જવાબદારી ઉપાડી લો કે 25 વર્ષનું ભારત કેવું હોવું જોઈએ તેનો નિર્ણય તમારા મતમાં પડ્યો છે. આ ચૂંટણીમાં જે પ્રથમવાર મત આપવાના છે તેને મારો વિશેષ આગ્રહ છે. ગુજરાતનો યુવાન રોજગાર માગનારો નહીં પણ રોજગાર આપનારો બની રહ્યો છે
ઉમરગામથી અંબાજી સુધી કરેલા વિકાસ કામોની વાત કરી
વડાપ્રધાને કહ્યું હતું કે, આદિવાસીઓનું સન્માન અમારી પ્રાથમિકતા રહી છે. અટલજીની સરકારમાં આદિવાસીઓનું અલગ મંત્રાલય બનાવી અલગ બજેટ બનાવ્યું. 15મી નવેમ્બર ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને અમે જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનવવાની શરૂઆત કરી. વડાપ્રધાને વલસાડમાં મંગુભાઈ, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, પદ્મશ્રી રમીલાબેન ગામિત, ઉષાબેન દિનેશભાઈ વસાવાને યાદ કર્યા હતા.

દમણ એરપોર્ટથી વાપી સુધી રોડ શો યોજયો
ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે PM મોદી આજે સાંજે દમણ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીંથી વાપી સુધી 11 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાને કારની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.તો લોકોએ પણ મોદી…મોદી…ના નારાઓ લગાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here