ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે.ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માંથી 82 બેઠકો પર આક્રમક ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતીબેન પવાર કપરાડા 181 વિધાનસભા ના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીના ચૂંટણી પ્રચાર બુથ સંપર્ક યાત્રા, શક્તિકેન્દ્ર જનસંપર્ક કરીયો હતો.
ભારત સરકાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતી પવાર ચૂંટણી સભાઓને સંબોધી હતી.મોટાપોઢા, કરમખલ અને નાનાપોઢા જાહેર સભા સંબોધતા જણાવ્યું કે, સંબોધતાં ભાજપ સરકાર દ્વારા લોકોને પાણી, વીજળી, રોજગાર, આરોગ્ય સહિતની સવલતો માટે હાથ ધરાયેલ યોજનાઓની વિગતો આપી હતી.કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ભ્રામક પ્રચારથી સાવચેત રહેવા સૌને આહવાન કર્યું હતું .અને.કોંગ્રેસ.પર આકરા.પ્રહારો કરતાં જણાવ્યું કે આદિવાસીઓના મસીહા હોવાનુ દાવો કરતી કોગ્રેસ જ્યારે એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની રહી હતી, કોગ્રેસ એ ત્યારે વિરોધ કર્યો હતો, આજે રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ પર રહેલી વ્યક્તિને અલગ અલગ પ્રકારે કોગ્રેસ.અપમાનિત કરી રહિ છે, .કોગ્રેસ માત્ર અને માત્ર વોટની રાજનીતિ કરી રહી છે .જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસના ચોક્કસ વિઝન સાથે દેશવાસીઓ ના વિકાસ માટે આગળ વધી રહી છે.એક ભારત શ્રેષ્ઠ ભારત ના સૂત્ર સાથે વિકાસના મોડેલ સાથે આગળ વધી રહી છે,આદિવાસી ઓનું પ્રતિનિધિત્વ વધારી રહી છે,આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ, સુપર સ્પેશ્યાલિતી હોસ્પિટલ,સુવિધાયુક્ત શિક્ષણ સંસ્થાઓ,સ્થાનિક કક્ષાએ રોજગારી સેત્રો વધારવા સતત પ્રયત્નશીલ છે,700થી વધુ એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળા ઓ શરૂ કરી છે,યુવાનોને આત્મ નિર્ભર બનાવવા વિશેષ ધ્યાન વડાપ્રધાન આપી રહ્યા છે.
બુથ સંપર્ક યાત્રા, શક્તિકેન્દ્ર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કપરાડા વિધાનસભાના ઉમેદવાર શ્રી જીતુભાઈ ચૌધરીજી ને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી,
જેમાં કપરાડા વિધાનસભાનાં પ્રભારી કરશનભાઈ ગોંડલિયા, પ્રવાસી દિલીપભાઈ પટેલ, વિસ્તારક પાર્થભાઈ પટેલ તેમજ મોટાપોંઢા જીલ્લા પંચાયત સભ્ય કેતન પટેલ, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, તાલુકા પંચાયતના સભ્યો તેમજ દેવદુર્લભ કાર્યકર્તાઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.