2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પક્ષો દ્વારા કપરાડા વિધાનસભાની બેઠક પર પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કપરાડા દ્વારા કમર કસી લેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી કપરાડા વિધાનસભા 181 ના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી ગુલાબભાઈ રાઉત મુકેશ પટેલ દ્વારા બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.
કપરાડા વિધાનસભાના પારડી ગોઈમા જિલ્લા પંચાયત સીટ ની બાઈક રેલી ગોઈમા જિલ્લા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા શૈલેશભાઇ પટેલ તાલુકા પંચાયત સદસ્ય શૈલેશભાઇ પટેલ, રાકેશભાઈ પટેલ , મંયકભાઈ પટેલ સહિત યુવાનો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
ભાજપની વિશાળ બાઈક રેલી:કપરાડા વિધાનસભા ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ; કપરાડા વિધાનસભાની જિલ્લા પંચાયત વિભાગ અને પારડી વાપી ભાજપના ઝંડા સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પક્ષો દ્વારા કપરાડા વિધાનસભાની બેઠક પર પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કપરાડા દ્વારા કમર કસી લેવામાં આવી છે.
આ બાઈક રેલીમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ અગ્રણી આગેવાનો મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા